ડીસા શહેરમાં 75 વર્ષોની પરંપરા મુજબ શહેરની સૌથી મોટી ગણાતી શોભાયાત્રા જલઝીલણી અગિયારસની શોભાયાત્રા ખૂબ જ રંગે ચંગે નીકળી હતી. જેમાં પાલખીમાં ભગવાનને બેસાડી બનાસ નદીના નિર માં સ્નાન કરાવ્યા બાદ ડીસા શહેરમાં ઠેર-ઠેર સ્થપાયેલા ગણપતિનું સામુહિક રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેરમાં વર્ષોની પરંપરાગત મુજબ સતત 75 મા વર્ષે જલઝીલણી અગિયારસના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને નદીએ સ્નાન કરાવવાની શાસ્ત્રોક્ત પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આ યાત્રામાં શહેરમાંથી મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો ભાગ લેતા હોઇ જલઝીલણી અગિયારસે નીકળતી શોભાયાત્રા શહેરની સૌથી મોટી શોભાયાત્રા બની રહે છે.

ત્યારે ડીસાના મહંત રામદાસજીના રામજી મંદિરે ભાદરવા સુદ દશમના દિવસે સવારે 9:00 વાગેથી અખંડ રામધૂન યોજાઇ હતી. જે રામધૂન આજે અગિયારસ પૂર્ણ થતા મંદિરે યજ્ઞ યોજાયો હતો. જેમાં ડીસાના અગ્રણી નાગરીકો તેમજ ભાવિકોએ આહુતિ આપી હતી. ત્યાર બાદ બપોરે સાડા ત્રણ વાગે ભગવાનની પાલખીયાત્રા નીકળી હતી. જે યાત્રા રામજી મંદિરથી નીકળી વાડી રોડ થઈ બનાસ નદીમાં ભગવાનને સ્નાન કરાવી પરત ફરે છે. આ યાત્રામાં ભગવાનની પાલખી નીકળે એટલે લોકો પોતાના અને પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પાલખી નીચેથી નીકળવાની અનોખી પરંપરા છે.

યાત્રામાં ડીસાના ઉદ્યોગપતિ દિનેશચંદ્ર અગ્રવાલ, જુગલકિશોર અગ્રવાલ, ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ પી.પી. ભરતીયા, સાઇબાબા મંદિરના ટ્રસ્ટી સતિષભાઈ પંચાલ, અગ્રણી વેપારી દિલીપભાઈ ઠક્કર, મંદિરના મહંત,પૂજારી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે ઉદ્યોગપતિ દિનેશચંદ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે," ડીસામાં સતત 75 વર્ષથી આ દિવસે અખંડ રામધૂન સાથે ભગવાનની પાલખી યાત્રા નીકળે છે તેનો હું સાક્ષી રહ્યો છું. અગાઉ રામધૂન યોજાતી ત્યારે દરેક સમાજના લોકોને બે બે કલાકનો સમય આપવામાં આવતો હતો. તેમાં પણ મોટી સંખ્યામાં લોકો રામધુન કરવા આવતા હતા. આજે પણ આ પરંપરા અકબંધ રીતે જળવાઈ રહી છે."

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી એક અનોખી પરંપરા પણ આ યાત્રા સાથે જોડાઈ છે. જેમાં ડીસા શહેરમાં ગણેશ ચતુર્થીએ ઠેર-ઠેર સ્થાપિત થતા ગણપતિનું પણ વિસર્જન પણ આ યાત્રામાં જોડાયા બાદ સામૂહિક રીતે કરવામાં આવે છે.