કઠલાલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલ પ્રમુખ પાર્થ વ્યાસ,જિલ્લા પ્રમુખ મૌલેષભાઈ મહેતા તથા જિલ્લા ઉપપ્રમુખ શાંતિલાલ રાવલ ની અધ્યક્ષતામાં સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન - મહિલા પાંખની મીટીંગ યોજવામાં આવી હતી.આ મિટિંગમાં આગામી કાર્યક્રમો વિશેની ચર્ચા તથા સંગઠન વધુ મજબુત કેવી રીતે બને તેની વિગતવાર માહિતી જિલ્લા પ્રમુખ મૌલેષભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી.આ મીટીંગમાં બ્રહ્મ સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.