નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત થઇ આપ પાર્ટી જોઈન કરનાર જયંતીલાલ જેઠાલાલ મેવાડા કે જેઓ હાલ આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ છે, અને અસારવા વિધાનસભા ના ઉમેદવાર છે, તેઓની ઉપર નાયબ પોલીસ અધિક્ષક હતા ત્યારે ફરજ દરમિયાન હોદ્દાનો નો દૂર ઉપયોગ કરી 300 કરોડ ના ભ્રસ્ટાચાર નો આરોપ લગાવી મની લોન્ડરિંગ ની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

ફરિયાદી વિરલગીરી જયંતિગીરી ગોસ્વામી આર. ટી આઈ એક્ટિવિસ્ટ અને હ્યુમન રાઈટ એકટીવીસ્ટ કે જેઓ કલોલ ખાતે રહે છે તેમને અરવલ્લી મોડાસા પોલીસ સ્ટેશન ખાતે 300 કરોડ નો ભ્રષ્ટાચાર થયો ની ફરિયાદ દાખલ કરી છે. જે જે મેવાડા ઉપર અરવલ્લી જિલ્લામાં 59 જેટલી જમીનો તેમજ અન્ય જિલ્લામાં 150 જેટલી જમીનો કે જે 450 વીઘા જમીન પોતાના અને ઘરના સભ્યોના નામે ફરજ દરમિયાન ખાયકી કરી ભેગી કરેલ છે જેની આશરે બઝાર કિંમત 300 કરોડ ની આસપાસ થાય છે આટલી 300 કરોડ ની રકમ નો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની ફરિયાદ કલમ 12, 13 (બી ) આઈપીસી ની કલમ 109, 406, 409, 430, 465, 467, 468, 471, 120 મની લોન્ડરિંગ એક્ટ મુજબ અપ્રમાણસર મિલકત ની ફરિયાદ દાખલ કરેલ છે.

ફરિયાદી એ તેમની મિલકતના પુરાવા તમામ જમીન ના સર્વે નંબર સાથે ફરિયાદમાં જણાવેલ છે, હવે એ જોવું રહ્યું આ ટ્વિ્સ્ટ આમ આદમી પાર્ટી ની ઇમેજ ને કેટલું નુકસાન પહોંચાડી શકે છે, તે તપાસ બાદ આવવા વાળા સમયમાં જોવું રહ્યું.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.