કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં અનાજ કઠોળનું 3157.2 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે.

દેશમાં મુખ્ય ખેત પાકોનો ચાલુ સિઝન વર્ષ 2021-22નો ચોથો આગોતરો અંદાજ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આજે જાહેર કર્યો હતો. જેમાં દેશમાં આ વર્ષે અનાજ-કઠોળનું વિક્રમી ઉત્પાદન થવાનો અંદાજ છે. સરકારે રૂના પાકનો અંદાજ પણ અગાઉની તુલનાએ ઘડ્યો હતો.

જેમાં ચોખાનું ઉત્પાદન વિક્રમી 1302 લાખ ટન થવાની શક્યતા છે.

જ્યારે ઘઉંના ઉત્પાદનનો અંદાજ 1068.4 લાખ ટનનો છે. મકાઈનું વિક્રમી 3366.2 લાખ ટન, કઠોળનું પણ વિક્રમી 276.9 લાખ ટન ઉત્પાદન જ્યારે ચણાનું વિક્રમી 137.5 લાખ ટન, રાયડાના પાકનો 117.5 લાખ ટન થવાનો અંદાજ છે.

સરકારનાં અંદાજ મુજબ કપાસ-રૂનું ઉત્પાદન 312 લાખ ગાંસડીનું થઇ શકે છે. આ અંદાજમાં ઘટાડો નોંધાયો છે.