અમદાવાદ શહેર. ઇસમો www.bagonia.in તથા www.bageto.in નામની વેબસાઇટ બનાવીને તેમની કંપનીની
વેબસાઇટ પર વેચાણ અર્થે મુકેલ વસ્તુઓના ડેટાઓની કોપી કરી આરોપીઓએ તેમની વેબસાઇટ પર તે
ડેટા અપલોડ કરી સસ્તા ભાવે વસ્તુઓનુ વેચાણ કરવા મુકી ફરીયાદીની કંપનીને આર્થિક નુકશાન કરી
તેમજ કંપનીના ગ્રાહકો પાસેથી ઓનલાઇન નાણા મેળવી લઇ વસ્તુ નહી મોકલી છેતરપીંડી કરતા હોવા
બાબતની ફરીયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ અને ગુનાની
આગળની તપાસ હાથ ધરવામાં આવી. હાલના ટેક્નોલોજી યુગમાં મોટા પ્રમાણમાં લોકો ઓનલાઇન શોપીંગ વેબસાઇટ
પરથી સીધી ખરીદી કરતા હોય ગુનાહિત પ્રવૃતિ કરતા ઇસમો કેટલીક નામચીન વેબસાઇટ પર વેચાણ અર્થે
મુકવામાં આવેલ ડેટાની કોપી કરી નાણાકીય લાભ મેળવવા સારુ જુદી જુદી વેબસાઇટો પર તે ડેટા અપલોડ
કરી સસ્તા ભાવે વસ્તુઓનુ વેચાણ કરવાના બહાને નામચીન કંપનીઓ તેમજ ગ્રાહકો સાથે છેતરપીંડી
ગુનાહિત પ્રવૃતિ આચરતા હોય, આરોપી (૧) કલ્પેશ રમેશભાઇ વઘાસીયા, ઉ.વ.૨૮ (૨) સંકેત ચંદુભાઇ સોરઠીયા,
ઉ.વ.૨૪ બંને રહે. અમૂતકુંજ રેસીડન્સી, ખોલવડ, તા.કામરેજ, જિલ્લો- સુરતવાળાને પકડી પાડી ગુનાના
કામે અટ્ક કરાવી ગુનાનુ ડીટેકશન કરેલ છે.
આરોપીની ગુનામાં ભુમિકા :-
આરોપી:- (૧) કલ્પેશ રમેશભાઇ વઘાસીયાએ બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલ છે. અને
છેલ્લા પાંચ વર્ષથી જુદી જુદી વેબસાઇટો બનાવી ઓનલાઇન સામાન વેચવાનો વેપાર ધંધો કરે છે. સદર
આરોપીએ ત્રણ માસ પહેલા www.bageto.in નામની વેબસાઇટ બનાવી તેના પર ફરીયાદીની કંપનીની
વેબસાઇટ પર ઓનલાઇન વેચાણ અર્થે મુકેલ ચીજવસ્તુઓના ફોટાઓની કોપી કરી આરોપીએ તેની
વેબસાઇટ પર ફોટાઓ અપલોડ કરી આ જ વસ્તુઓનુ સસ્તા ભાવે વેચાણ કરવાના બહાને ગ્રાહકો પાસેથી
ઓનલાઇન નાણા મેળવી લઇ વસ્તુ નહી મોકલી છેતરપીંડી કરતો હતો.
આરોપી:- (૨) સંકેત ચંદુભાઇ સોરઠીયાએ ડીપ્લોમા મીકેનીકલ સુધીનો અભ્યાસ કરેલ છે.
સદર આરોપીએ તેની પાસે રાખેલ મોબાઇલફોનથી આરોપીની વેબસાઇટ પર વેચાણ અર્થે મુકેલ સામાનની
એડ ગુગલ તથા ફેસબુક પર આપી ઓટીપી મુખ્ય આરોપી કલ્પેશ વઘાસીયાને શેર કરી ગુનાહિત
કાવતરામાં સામેલ થઇ ગુનાહિત પ્રવૃતિ કરેલ છે.
ઉપરોક્ત આરોપીઓએ ગુનાહિત કાવતરુ રચી છેલ્લા પાંચ વર્ષમાં જુદી જુદી નામચીન
કંપનીઓની વેબસાઇટ પર વેચાણ અર્થે મુકેલ વસ્તુઓના ડેટાઓની ચોરી કરી આરોપીઓએ તેમની
વેબસાઇટ પર ડેટા અપલોડ કરી સસ્તા ભાવે વસ્તુઓનુ વેચાણ કરી નામચીન કંપનીઓને આર્થિક નુકશાન
કરી જુદી જુદી કંપનીઓ તેમજ તેમના ગ્રાહકો સાથે છેતરપીંડી કરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ : - ગુનાહિત પ્રવૃતિમાં વાપરેલ નોટબુક કોમ્પ્યુટર-૧, મોબાઇલફોન-૩, મળી કુલ
કિંમત આશરે રુપિયા ૪૩,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
#sms #sms01