ડેડીયાપાડાના સોલિયા ગામની ઘટના, પ્રેમીએ એક બાળકી સાથે તરછોડી દેતા સગીરાએ આપઘાત કર્યો
આરોપીએ પ્રેમ સંબંધ રાખી સગીરાને ગર્ભવતી બનાવી "તું બીમાર જેવી દેખાય છે" કહી તરછોડી દીધી
રાજપીપળા : જુનેદ ખત્રી
દેડીયાપાડા ના સોલિયા ગામે સગીરા સાથે પ્રેમ સંબંધ રાખી શરીર સુખ માણી ગર્ભવતી બનાવી ડિલિવરી થયા બાદ "તું બીમાર જેવી દેખાય છે" કહી કાઢી મૂકતા સગીરાએ ઝેરી દવા ગટગટાવી ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે
પ્રાપ્ત માહિતી મુજબ આ કામના આરોપી ઇન્દ્રમણી દલસુખભાઇ વસાવા રહે સોલીયા,ગાયત્રી મંદિર ફળીયુ તા.દેડીયાપાડા એ સગીરા સાથે પ્રેમ સબંધ રાખી શરીર સબંધ બાંધી ગર્ભવતી કરી ડીલીવરી થયા બાદ અવાર નવાર આરોપીના ઘરે જાય તે વખતે “ તુ બીમાર જેવી દેખાય છે જેથી હું તને અમારા ઘરે રાખવાનો નથી અને તારી દિકરીને અહીં મુકી જવી હોય તો મુકી જા.” તેવુ કહી અવાર નવાર ગાળૉ આપી કાઢી મુકેલ હોય જે બાબત મરણજનાર્ સગીરાને મરવા માટે મજબુર કરતા સગીરાએ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી જતા રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે દેડીયાપાડા પોલીસે આરોપી વિરૂદ્ધ પૉસ્કો સહિત ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે