રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચાલતી ચર્ચા મુજબ આગામી તા. 22-23 સપ્ટેમ્બર એમ બે દિવસનું ટૂંકું વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્યમાં વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે આવી રહેલા નવરાત્રિ પર્વમાં ચૂંટણી જાહેર થઇ શકે છે અને નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે અને 15મી ડિસેમ્બર પહેલા નવી સરકારની રચના પણ થઈ શકે તેવી વાતો હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાના પરિઘમાં રહેવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જે વાતાવરણ છે તે મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે મુખ્ય જંગ રહેશે.

ભાજપના સી.આર.પાટીલ અગાઉ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો જીતવાનું લક્ષ્ય જાહેર કરી ચુક્યા છે.
જોકે,પાછળના વર્ષો તરફ નજર નાખીએ તો વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે 150 જીતવાનું લક્ષ નક્કી કર્યું હતું પણ ભાજપ જે તે વખતે 99 બેઠકો જ જીતી શક્યુ હતું.

વર્તમાન સ્થિતિમાં લોકોમાં મોઘવારી, બેરોજગારી જેવા મુદ્દા ભાજપ સામે હોવા છતાં હિન્દુત્વ અને થયેલા વિકાસના કામો આગળ કરી પ્રચારમાં ભાજપ તેનો ફાયદો લઈ શકે છે.

આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપશે તે નક્કી છે કેજરીવાલની પાર્ટી એ જે રીતે દિલ્હી મોડલની વાત કરી છે તે લોકોમાં ખાસ્સી અસર કરી ગઈ છે કારણકે આ મોંઘવારીમાં સ્કૂલોમાં બેફામ ફી વધારો લોકોને હવે પોસાતો નથી અને ઊંચું ફ્રી શિક્ષણ, ફ્રી વીજળી લોકોને રાહત આપશે તેવી આશા બંધાતા લોકોના વિચાર બદલાયા છે.
આમ,નવરાત્રી દરમિયાન ચૂંટણી જાહેર થવાની વહેતી થયેલી વાતોથી રાજકારણ ગરમાયું છે અને લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.