રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા નિવારવા રાજ્યસરકાર એકશન મોડમાં જોવા મળી રહી છે આજે રખડતા ઢોરની કામગીરી અંગે હાઇકોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવી હતી જેમાં રાજ્યસરકારે જવાબ રજૂ કર્યો હતો જેમાં રાજ્યમાં 52 હજારથી વધુ રખડતા ઢોરો હોવાનું ખુદ રાજ્યસરકારે કોર્ટમાં સ્વીકાર કર્યુ છે તેમજ આાગમી 4થી 5 દિવસમાં નવા ઢોરવાડા ઉભા કરવાનું પણ જણાવ્યુ છે આ અંગે હાઇકોર્ટમાં રાજ્યસરકારને આડેહાથ લીધા હતા કે વિધાનસભામાં કાયદો પસાર થયો છે સરકાર અમલવારી કેમ નથી કરાવતી રખડતા ઢોર મુદ્દે ઢીલી નિતી સાંખી નહી લેવાય સરકારની વિચારણા હેઠળ ઘણા પાસાઓ ચકાસવા પડે એમ છે રાજ્યસરકારે 3 દિવસ 430 જેટલા રખડતા પક્ડયા હોવાનું જવાબ રજૂ કર્યો છે

રખડતા ઢોરના કારણે મોત નિપજવાના બનાવને લઇ આ પ્રકારની હિંસા સદોષ માનવવધનો પ્રયાસ ગણાય તેવી હાઇકોર્ટ એડવોકેટ એસોશિયેશન જણાવ્યુ હતું આ પ્રકારના કેસમાં થતી એફ આઇ આરમાં પાસ હેઠળ સજા થવી જોઇએ IPC 308,388 સહિત લગાવવી જોઇએ તેવુ પણ ઉલ્લેખ કર્યુ છે AMC CNDC વિભાગના અધિકારીઓને અને સુપરવિઝન હેઠળ બે અધિકારીઓ નિમણૂંક કર્યા હોવાની જવાબ રજૂ કર્યો છે હોવા છતા હાઇકોર્ટ  તંત્રની કામગીરીથી નારાજ ચાલી રહી છે હજુ પણ રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનું તેમણે અવલોકન કર્યુ છે હજુ પણ રખડતા ઢોર મુદ્દે નક્કર કાર્યવાહી કરવા આદેશ કર્યા છે અને રખડતા ઢોરોના ત્રાસ જાહેરરસ્તા પર ડિસ્ટર્બ કરનારો અને એલામિર્ગ છે જેની સામે હજુ પણ જે પ્રકારે કાર્યવાહી થવી જોઇએ તેવી રીતે થઇ રહી ન હોવાનું અવલોકન કર્યુ છે.