સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ધી ઇપીકો
કલમ-૪૦૬,૪૨૦ તથા ધી આઈ.ટી એક્ટ કલમ ૬૬(સી),૬૬(ડી) મુજબનો ગુનો રજીસ્ટર
કરવામા આવેલ આ ગુનાના કામે હકીકત એવી છે કે ફરીશ્રી અર્જુન અનંતરાય શાત્રી
રહે,૮૦૨/૧ ન્યુ ગોલ્ડ વ્યુ હનુમાન કેમ્પ સેંટોલ્મેંટ શાહીબાગ અમદાવાદ શહેર નાઓએ
તેમનો જુનો સોફાસેટ OLX ઉપર વેચાણ અર્થે તા ૦૧/૦૩/૨૦૨૨નારોજ મુકેલ હતો જે
આધારે અજાણ્યા ઇસમએ તેમના મોબાઇલ ફોન ઉપર કોલ કરી સોફાસેટ ખરીદી કરવા
બાબતે ઇચ્છા દર્શાવેલી જે આધારે વાતચીતના અંતે અજાણ્યા ઇસમએ ક્યુઆર કોડ મોકલેલ
જે ક્યુઆર કોડ ફરીશ્રીએ સ્કેન કરતા પ્રથમ રુ.૨૪,૫૦૦/- તેમના એસ.બી.આઇ.બેંક ખાતામ
માથી કપાત થયેલ ત્યારબાદ ફરીશ્રીએ આ તેમના ઉપરોક્ત નાંણા કપાત થઇ ગયેલ હોય તે
નાંણા પરત લેવા સારુ ફરીથી આજાણ્યા ઇસમને ફોન કરતા તેને સામેથી એવો જવાબ
આપેલ કે તમારા બેંક ખાતામાથી ખોટા નાંણા આવે ગયેલ છે.ફરીથી બારકોટ સ્કેનર મોકલો
તેવુ જણાવતા ફરીથી ફરીશ્રીએ ઓનલાઇનના માધ્યમથી સ્કેનર કોટ મોકલી આપેલ જેથી
ફરીથી રૂ.૨૪૫૦૦-કપાત થયેલ ત્યારબાદ સામેવાળી અજાણી વ્યકિતિએ ફરીશ્રીના ખાતા
તથા તેમના મિત્રના બેંક ખાતા માંથી કુલ્લે રૂ.૩.૧૯.૬૦૦/-નુ ફ્રોડ કરી પોતાના એક્સેસ
મેળવેલ ફેડરલ બેંક તથા ડીબીએસ.બેંક્ના ખાતાઓમા ટ્રાંસ્ફર કરી દિધેલા ત્યારબાદ અવાર-
નવાર અજાણ્યા ઇસમને ફોન કરતા ગલ્લાતલ્લા કરવા લાગેલા અને આજાણ્યા ઇસમે
પોતાનો ફોન બંધ કરી દિધેલ તેથી ફરીશ્રીના ફ્રોડ થયેલાનુ જણાતા તેઓ ઉપરોકત ગુન્હા
નંબરથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે ફરીયાદ રજીસ્ટર કરાવેલ છે
ત્યારબાદ આ ગુન્હાની તપાસમા મોબાઇલ ફોન નંબરના એનાલીસ તથા બેંકોના સ્ટેટમેન્ટોના
એનાલીસ કરતા શકદાર આરોપીનુ લોકેશન ખેતવાડા ભરતપુર રાજસ્થાન ખાતેનુ મળી
આવતા આરોપી નામે જબ્બારખાન સ/ઓ રહેમુદીન અત્તરખાન જાતે મેઉ ઉવ-૩૦ ધંધો-
વેપાર રહેવાસી-ગાવ-નિમલા તહસીલ-કામા જીલ્લો-ભરતપુર રાજસ્થાન નાને પકડી અટક
કરવામા આવેલ છે.
સદરહુ આરોપીની પુછપરછ દરમ્યાન જણાવેલ છે કે ફરીશ્રીએ જે નાંણા ફેડરેલ
બેંક તથા ડીબીએસ બેંકમા ટ્રાંસફર કરેલા તે પૈસાનો મોટાભાગનો હિસ્સો આરોપીના સ્પાઇસ
મની વોલેટના આઇ.ડી.ઉપર આવેલાનુ તપાસ દરમ્યાન મળી આવેલ છે આરોપી જે જગ્યા
ભરતપુર રાજસ્થાન ગામ-નિમલા ખાતે રહે છે.તેની આજુબાજુના ગામના યુવાનો OLX ફ્રોડ
સાથે સંકળાયેલાનુ તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે આ લોકો ફ્રોડ પૈસા નાના માઇક્રો
એટીએમ માથી મેળવે છે અને આરીતે નાંણાનુ ફ્રોડ કરેલ છે.વધુમા એવુ તપાસ દરમ્યાન
ખુલવા પામેલ કે ફેક કોલ કરવાથી માડી પૈસા ઉપાડવા જાય ત્યાં સુધીના તમામ ઇસમો
ગુનાહીત કાવતરુ રચી ગુન્હાને અંજામ આપવા માટે MICRO ATM ના મરચન્ટ સાથે મળી
ગુન્હાને અંજામ આપે છે આ કામના આરોપીએ ફરીશ્રી સાથે થયેલ ફ્રોડના નાંણા વિશ્વાસમા
લઇ છેતરપીડી કરી પોતાના સ્પાઇસ વોલેટમા MICRO ATM મારફતે નંખાવેલ છે સદરી
આરોપી ગુન્હો કરેલ હોવાનુ કબુલ કરેલ છે.આ કામનો આરોપી ૧૨ પાસ સુધી અભ્યાસ
કરેલ છે.અને હાલમા “ જબ્બાર ઇ મિત્ર નિમલા “નામની ઓફિસ ધરાવી વેપાર ધંધો કરે છે.
આરોપી પાસેથી કબ્જે કરવામા આવેલ મુદામાલ
(૧) એક વિવો કંપની મો.ફોન મોર્ડલ નં- V2029
(૨) VIVO Y73 ઇન્ડ્રોય મો.ફોન
(૩) LENOVA કંપનીનુ કાળા કલનુ લેપટોપ
પ્રતિનિધિ - રવિ બી. મેઘવાલ
#sms #sms01
@social_media_sandesh
#social_media_sandesh