અહંકાર માણસને નમવા દેતો નથી અને વગર વૈરની ગાંઠ ઉકેલી શકાતી નથી-કર્મ વિરાંગના જીજ્ઞા શેઠ
પર્યુષણના આઠ દિવસમાંથી પહેલા સાત દિવસ તો પ્રિપેરેશનના હોય છે અને આઠમો દિવસ જ પર્યુષણનો હોય છે, કેમ કે એ દિવસ સાત દિવસ સમજ પ્રાપ્તર કર્યા પછી આઠમો દિવસ સમજપૂર્વકની ક્ષમાપનાનો હોય છે.પર્યુષણ પર્વનો પ્રારંભ થાય ત્યારે જેનો જૈનેતરો પણ એકબીજાને મિચ્છા મિ દુક્કડમ કહેવાની હરીફાઈમાં ઉતરે છે. મિચ્છા મિ દુક્કડમ ઔપચારિકતા બની જવું ના જોઈએ. આપણ જે હેપી દિવાલી અને હેપ્પી ન્યુયર કહીએ છીએ તેમ મિચ્છા મિ દુક્કડમ કરવું જોઈએ.તેને જ ધર્મમાં સાચું અનુષ્ઠાન કહેવામાં આવ્યું છે.એક જમાનામાં મિચ્છા મિ દુક્કડમ કહેવા માટે ક્ષમાપના કાર્ડ છાપીને સગાવહલાઓને મોકલી આપતા હતા.આ કાર્ડ એવા દૂરના સંબંધીઓને પણ મળતા.જેમની સાથે આખા વર્ષમાં કોઈ વ્યવહાર થયો ન હોય,થોડા સમય પહેલા ક્ષમાપના કાર્ડ નું સ્થાન મોબાઈલના માધ્યમથી થતા મેસેજ લીધું છે.અને હવે તો આ સ્થાને ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, વોટ્સેપ અને ટ્વિટર એ લીધું છે.સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ક્ષમાપના કરવામાં આવે છે,તેનું જૈન ધર્મમાં ઝાઝું મૂલ્ય નથી.ક્ષમાપના માત્ર ત્રણ પ્રકારે કરવાની હોય છે.(1)ક્ષમાપના પોતાના આત્માની સાક્ષીએ કરવાની હોય છે.(2)ક્ષમાપના ગુરુની સાક્ષીએ કરવાની હોય છે.(3) ત્રીજા પ્રકારની ક્ષમાપના સહેલાઈથી કરી શકે છે જે,ઉત્તમ પ્રકારની ક્ષમાપના છે.ઘણા લોકો એવી ગેરસમજણ માં જીવે છે કે ક્ષમાપના માત્ર પર્યુષણમાં અથવા સંવત્સરીને દિવસે જ કરવાની હોય છે.ઉત્કૃષ્ટ ક્ષમાપના માટે સંવત્સરીની રાહ જોવાની કોઈ જરૂર નથી.જ્યારે ભૂલ થાય છે.ત્યારે જ ક્ષમા માંગીને હિસાબ ચૂકતે-ચોખ્ખો કરી નાખનાર આત્મા ઉત્તમ છે.વહેલામાં વહેલી ક્ષમાપના કરી લેવી જોઈએ.છેવટે સંવત્સરી સાથે આવે ત્યારે વર્ષમાં એક વખત તો સાચી ક્ષમાપના કરી લેવી જ જોઈએ. જેઓ વર્ષમાં એકવાર પણ ક્ષમાપના નથી કરતા તેઓ અધમ ગણાય છે.જો દુનિયામાં બધા આત્માઓ જૈન ધર્મના ઉપદેશ મુજબની ક્ષમાપના કરતા થઈ જાય તો યુદ્ધની જરૂર જ રહે નહીં.મનના ભારને દૂર કરવા માટે ક્ષમાપના છે.ભાવથી ક્ષમા માંગી લ્યો,મન શાંત થઈ જશે, મન હળવુ થઈ જશે,મન પ્રફુલ્લ થઈ જશે.જેને એકવાર અણગમાને દૂર કરતા આવડી જાય છે તેના ચહેરા પર સદાય સ્મિત હોય છે.જે અણગમાને કાઢે છે એ હૃદયમાં પરમાત્મા્ બિરાજે છે.