જુનાગઢ એલસીબી પોલીસે સાબલપુર ચોકડી પરથી પાર્સલ પેકિંગ ની આડમાં મહારાષ્ટ્ર થી ટ્રકમાં આવેલ ૯.૬૦ લાખના  વિદેશી દારૂ સાથે બે સપ્લાયર બુટલેગરોને ઝડપી હાથ ન આવેલ પાંચ બુટલેગરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

       

તહેવારો સંદર્ભે જુનાગઢમાં લાખો ની કિંમત નો દારૂ ઘુસાડવાની પેરવી કરતા બુટલેગરોનો જુનાગઢ એલસીબી પોલીસે મનસુબો નિષ્ફળ બનાવ્યો હોય તેમ એલસીબી પીઆઇ ભાટી પીએસઆઇ બડવા સહિતની ટીમ સાબલપુર ચોકડી ખાતે રાજકોટ થી જુનાગઢ તરફ આવતા ટ્રક નંબર  એમએચ૪૮ સીબી૩૫૦૮ ને વન વિભાગ ના ગેટ પાસે રોકતા પોલીસને જોઈ ટ્રક ચાલક ભાગવાની પેરવી કરતા ઝડપી લીધા હતા ટ્રકની તલાસીમાં પ્લાસ્ટિક પેક કરેલ પુઠાઓ ના પાર્સલ માં૯. ૬૦ લાખની કિંમતના કુલ ૬૯૯૬ બોટલો સાથેની ૨૦૦ પેટી વિદેશી દારૂ સાથે મુલાયમસિંઘ રાજ બહાદુર યાદવ( જોનપુર) અને દિપેન્દ્ર ઠાકોરભાઈ પટેલ( દીવ દમણ )  એમ બે બુટલેગરોને ઝડપી લીધા હતા તો દારૂ માં સપ્લાયર તરીકે હાજર ન મળેલા અતુલ કૌશિક( જયપુર) , સાજીદ અનવર ખાન પઠાણ( જુનાગઢ) , રાહુલ પ્રેમજી જેઠવા( નાની દમણ) , બિપિન ચંદ્ર રાઠોડ( દમણ) , આદિત્ય કાંતિલાલ પટેલ( નાની દમણ) એમ કુલ પાંચ શકશો હાથ આવ્યા ન હતા પોલીસે એલસીબી પોલીસે ૯.૬૦ લાખના વિદેશી દારૂ ઉપરાંત૩ મોબાઈલ અને ટ્રક મળી કુલ૧૬. ૯૦ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ કોને આપવાનો હતો તે અંગે બુટલેગરોની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે જોકે અન્ય રાજ્યોમાંથી જૂનાગઢ સુધી આવેલ દારૂ જુનાગઢ આવ્યા બાદ ઝડપાતા  હાઇવે પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે તો બીજી તરફ જુનાગઢ એલસીબી પોલીસે ઝડપેલો દારૂ અંગે દારૂ કોને આપવાનો હતો તેમ જ ક્યાંથી આવ્યો તે અંગે હાથ ન આવેલા બુટલેગરોને ઝડપી લઇ ઝડપાયેલા બંને સપ્લાયરોની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.