ભાવનગર શહેર અને જિલ્લામાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા તંત્રમાં ચિંતા પ્રસરી છે.
ભાવનગર જિલ્લામાં કોરોનાના કુલ નવા સાત પોઝિટિવ કેસ નોંધાયા છે.
હાલ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના 27 અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ મળીને કુલ 30 દર્દીઓ હોમ આઇસોલેટ છે, ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના પણ નવા 6 કેસ નોંધાયા હતા.
ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવના છ દર્દીઓ નોંધાયા હતા જેમાં રૂપાણી સર્કલ વિસ્તારમાં 30 વર્ષીય યુવાન, વિઠ્ઠલવાડી વિસ્તારમાં 24 વર્ષીય યુવાન, સિંધુનગર વિસ્તારમાં 19 વર્ષીય યુવતી, દીપક ચોક વિસ્તારમાં 16 વર્ષીય યુવતી, કાળુભા રોડ પર 20 વર્ષીય યુવાન તેમજ કુંભારવાડા વિસ્તારમાં 56 વર્ષીય પુરુષ ને કોરોનાના લક્ષણો જણાતા આ દર્દીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
ભાવનગર શહેરમાં હાલ કોરોના પોઝિટિવ ના 27 દર્દી સારવારમાં છે. આજે ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂના નવા 6 કેસ નોંધાયા હતા જેમાં રૂપાણીમાં 40 વર્ષીય મહિલા, ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં 20 વર્ષીય યુવતી, ઘોઘા સર્કલ વિસ્તારમાં 68 વર્ષીય વૃદ્ધ, કાળિયાબીડમાં 47 વર્ષીય મહિલા, રૂવાપરી રોડ પર 45 વર્ષીય મહિલા તથા મેઘાણી સર્કલ વિસ્તારમાં 27 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.
આમ,ભાવનગર માં ભાદરવા મહિનાના પ્રારંભમાં કોરોના અને સ્વાઇન ફલૂ ના દર્દીઓ વધતા તંત્રમાં દોડધામ મચી છે