અમદાવાદ

રાજ્યમાં કથિત લઠ્ઠાકાંડમાં લોકોના મોત બાદ પોલિસ વિભાગ બાદ નશાબંઘી અને આબકારી વિભાગ હરકતમા આવ્યું છે.લઠ્ઠાકાંડમાં વપરાયેલા  મીથેનોલ કેમિકલને  અમદાવાદની એમોસ કંપનીમાંથી ચોરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી.જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી. જે બાદ એમોસ કંપનીમાં નશાબંઘી અને આબકારી વિભાગે તપાસ હાથ ધરતા  કંપનીમાં રહેલ આશરે 5000 લીટર મીથેનોલ સીલ કર્યો હતો. AMOS કંપનીમાંથી 600 લીટર મીથેનોલ સુપરવાઈઝર જયેશે ચોરી કરી મોકલ્યું હતું. તેમજ મીથેનોલની હેરફેર પર કોઈ અંકુશ ન હોવાથી 600 લીટર જેટલો મિથેનોલનો જથ્થો અમદાવાદથી બોટાદ પહોંચ્યો હતો. નશાબંધી અને આબકારી વિભાગની બેદરકારીના કારણે બનાવ બન્યો હોવાનો આક્ષેપ છે. ગુજરાતમા મીથેનોલનુ ઉત્પાદન થતુ નથી. તેમજ વિદેશમાથી ઈમ્પોર્ટેડ કેમીકલના વેચાણ માટે નશાબંઘી વિભાગ પરમીશન આપે છે..ગુજરાતમા M2 કેટેગરીમા 257 લાયસન્સ ઈશ્યુ કર્યા છે. જેમાથી અમદાવાદ જિલ્લામા 11 લાયસન્સ છે. જેમાંથી 11 પૈકી પીપળજની AMOS કેમીકલ કંપનીને પરમીશન આપવામા આવી હતી.ગુજરાતમાં ઝેરી દારૂકાંડને  પગલે પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કેમિકલ ચોરી કરવાથી લઈ કેમિકલ વેચનાર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.