લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી એ.આર.એસ સખીદા આર્ટસ કોમર્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ લીંબડી માં તારીખ 28/ 7/22 ના રોજ NCC માં જોડાવા માટે FY ના વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવ્યું, NCC દ્વારા કોલેજમાંથી દર વર્ષે15 જેટલા વિદ્યાર્થી ઓ પોલીસ, આર્મી, એર ફોર્સ,નેવી,બીએસએફ એસઆરપી, ફોરેસ્ટ, જેવી અલગ અલગ જગ્યાએ સિલેક્ટ થાય છે.

જેમાં 26 બટાલિયન સુરેન્દ્રનગર જેના દ્વારા તેનું સંચાલન થાય છે અને NCC ના ત્રણ વર્ષ દરમિયાન તેમને કોલેજમાં પ્રેક્ટીકલ અને થીયરી ના ક્લાસીસ લેવામાં આવે છે ઉપરાંત દર વર્ષે એક કેમ્પ કરાવવામાં આવે છે અને બીજા વર્ષે "B" સર્ટિફિકેટ ની એકઝામ અને ત્રીજા વર્ષે "C" સર્ટિફિકેટ ની એકઝામ આપવામાં આવે છે આ એક્ઝામ પાસ કરનારને ડિફેન્સ ની બધી જ જગ્યામાં અલગથી માર્ક્સ મળે છે અને તે સિલેક્ટ થાય છે.

આર્મીની ઘણી જગ્યા ઓમાં તેમને રિટર્ન ટેસ્ટ આપવી પડતી નથી ફક્ત પ્રેક્ટીકલ આપવું પડે છે અને ત્યાં તે સિલેક્ટ થાય છે આમ એનસીસીના ત્રણ વર્ષ દરમિયાન વિદ્યાર્થી ડીસીપ્લિનમાં રહી તેના જીવનનું ઘડતર કરે છે આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કોલેજના એનસીસી ઓફિસર (ડૉ. લેફ્ટનન્ટ વી. એ. પરમાર) દ્વારા કરવામાં આવ્યું.