સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) ની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ વાકેફ થાય અને રાષ્ટ્રના નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી શકે તેવા ઉમદા હેતુથી તા: 27/07/2022 ને બુધવારના રોજ સવારે 10:00 કલાકે સરકારી NSS Orientation Programme (NSS અભિમુખતા કાર્યક્રમ) અંગેનું આયોજન કરવામાં આવેલ. પ્રસ્તુત કાર્યક્રમ સંસ્થાના આચાર્યશ ડો. અમિતકુમાર પરમારના પ્રાસંગિક ઉદબોધનથી શરૂ કરાયો હતો. તેઓએ વિદ્યાર્થીઓને NSS થકી રાષ્ટ્રની સેવામાં જોડાવવા ઉત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આર. કે. પરીખ વિનયન અને વિજ્ઞાન કોલેજ, પેટલાદના NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. અલ્પેશ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રાષ્ટ્રીય સેવા યોજનાનો ઉદ્દેશ્ય, યુવાઓના વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર્ય નિર્માણમાં તેનું મહત્વ તેમજ NSS ની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર પ્રા. પરેશકુમાર પટેલે NSS અને યુવાનોના સર્વાંગી ઘડતર અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા તેમજ NSS વિભાગ અંતર્ગત આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમ અંગેની ઝલક આપી હતી. આં કાર્યક્રમની આભારવિધિ NSS વિભાગના સહ સંયોજક પ્રા. વૈશાલી મકવાણાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન ઇતિહાસ વિભાગના પ્રા. આકાશ પરમારે કર્યું હતું.