કઠલાલ પંથકમાં પાછલા દિવસોમાં અતિશય ભારે વરસાદ પડતા કેટલાક રોડમાં ખાડા પડી જવા જેવી પરિસ્થિતિ બની હતી.જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. કઠલાલ છીપડી પાટીયા થી તોરણયા પાટીયા સુધીનો રોડ પણ વરસાદ અને ભારે ટ્રાફિક ના કારણે ખાડા પડી જવાથી ખરાબ થઈ ગયો હતો અને મુસાફરો તથા વાહનચાલકોને તકલીફ પડતી હતી.ત્યારે તંત્ર દ્વારા વરસાદ બંધ થતા તાત્કાલિક ધોરણે આ રોડ ઉપર પેચ વર્ક કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.વાહનચાલકોને તકલીફ ન પડે તેવા ઉદ્દેશ્યથી તાત્કાલિક રોડ પર પેચ વર્ક કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી