સાબરકાંઠામાં સૌપ્રથમ અને શ્વાસના રોગોની અદ્યતન હેત પલ્મોકેર હોસ્પિટલ નો શુભારંભ
હિંમતનગર :
હિંમતનગર ખાતે આજરોજ સાબરકાંઠામાં સૌપ્રથમ ફેફસા અને શ્વાસને લગતા રોગો માટે "હેત પલ્મોકેર" હોસ્પિટલ સાબરકાંઠામાં જ વતની ડો. મિતુલ ચૌધરી દ્વારા શરૂ કરવામાં આવી જેનો શુભારંભ આજરોજ ગુજરાતના જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડો.મુકેશ પટેલ, સ્પર્શ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે હિંમતનગરના ડોક્ટર ભુપેન્દ્રભાઈ શાહ, ડો. અશ્વિનભાઈ પટેલ, ડો. કૌશલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલા હતા. હિંમતનગર ખાતે આ હોસ્પિટલ શરૂ થતા હવે ફેફસાને લગતા રોગોની અધ્યતન સારવાર જિલ્લાના લોકોને ઘર આંગણે જ મળતી થઈ જશે. ડો. મિતુલ ચૌધરી કોરોના સમયે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખૂબ જ સારી સેવાઓ આપેલ હતી અને બહોળો અનુભવ હોવાથી આ હોસ્પિટલ શરૂ થતા જિલ્લામાં આનંદ અને ખુશીની લાગણી છવાઈ છે. ઉદ્ઘાટન પ્રસંગે હિંમતનગર સહિત જિલ્લાના અગ્રણી ડોક્ટરો, રાજકીય, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી ડો.મિતુલ ચૌધરી અને શ્રીમતી રિદ્ધિ મિતુલ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.
Atn News Sabarkantha