ભાદરવા મહિનાનો આજથી શરૂ થઈ ગયો છે, ભાદરવા સુદ પક્ષ તા.25 સપ્ટેમ્બર સુધી રહેશે. 

આ મહિનાના દેવતા ચંદ્ર છે અને આ મહિને ભગવાન વિષ્ણુની હ્રષિકેશ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. આ ચાતુર્માસના ચાર પવિત્ર મહિનામાં બીજો મહિનો પણ છે.

ભાદરવા મહિનામાં હિંદુ ધર્મના મોટા વ્રત, પર્વ અને તહેવાર પણ આવે છે. આ મહિને કેવડા ત્રીજ, ગણેશોત્સવ, ઋષિ પાંચમ, ડોલ અગિયારસ અને અનંત ચૌદશ જેવા તહેવાર આવે છે. આપણાં પ્રાચીન ગ્રંથમાં ઋષિ-મુનીઓએ ભાદરવા મહિનામાં આ તહેવારોથી કર્મ અને બુદ્ધિના સંતુલનને જણાવ્યું છે. આ સાધનાથી જીવનમાં સફળતા મેળવવાનો સંદેશ આપ્યો છે.

ભાદરવા ચાતુર્માસના ચાર પવિત્ર મહિનામાં બીજો છે. ચાતુર્માસ ધાર્મિક અને વ્યવહારિક દૃષ્ટિએ જીવનશૈલીમાં સંયમ અને અનુશાસન અપનાવવાનો સમય છે. આ પ્રકારે ભાદરવા મહિનો ઉલ્લાસ અને ઉમંગ સાથે જીવનને સુખ બનાવતો મહિનો છે.

ભાદરવા વદી અમાસ સર્વ પિતૃઓની અમાવાસ્યા છે. 

આ માસમાં પોતાના પિતૃઓનાં તર્પણ માટે અને તેમના સુખ શાંતિની કામના કરતાં પિતૃઑ માટે શ્રાધ્ધ અપાય છે.

દેવ અને પિતૃ આ બન્નેની કૃપા આપણા જીવનમાં મહત્વની છે કારણ કે મનુષ્ય માત્ર પર દેવ ઋણ અને પિતૃ ઋણ છે. જેમાં દેવ ઋણ એ પૂજા-ઉપાસના કરવાથી આપણે મુક્ત થઈએ છીએ અને પિતૃ ઋણ એ શ્રાદ્ધાદિક ક્રિયા કરવાથી આપણને મુક્તિ મળે છે. તો એના માટે આ પરમ પવિત્ર ભાદરવા માસમાં બે પક્ષ આપ્યા છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. તો શુક્લ પક્ષમાં આપણે દેવ કાર્ય કરીએ અને કૃષ્ણ પક્ષમાં પિતૃ કાર્ય કરવાથી દેવ - પિતૃની કૃપા આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે.

 આ મહિનામાં અનેક મુખ્ય વ્રતની ઉજવણી કરવાનું અનેરૂ મહત્વ છે. શ્રાદ્ધપક્ષ, પરિવર્તન એકાદશી, ઋષિપંચમી, ગણેશ ચતુર્થી, ત્રીજ સૌભાગ્યવતી સ્ત્રીઓને વિશેષ ફળ પ્રાપ્તિ થાય છે. સૌપ્રથમ આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શંકર અને પતિ રૂપે પામવા માટે કર્યું હતું. ભાદરવા મહિનાનું ધાર્મિક મહત્વ અનન્ય રહ્યું છે જપ, વ્રત અને સંયમના સદાચારના ફળની પ્રાપ્તિ માટે ભાદરવાની નિમિત્તે માનવામાં આવે છે. પિતૃઓના મોક્ષ કાર્ય અને શ્રાદ્ધ પણ ભાદરવામાં જ કરવામાં આવે છે.