100 કરોડથી વધુના બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી પાર્થ ચેટર્જીની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્થને પશ્ચિમ બંગાળની મમતા સરકાર તરફથી કેબિનેટમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્થને મંત્રી પદ પરથી હટાવી દીધા છે. તેમને ત્રણેય મંત્રાલયોમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની ધરપકડના છ દિવસ બાદ મમતા બેનર્જીએ તેમના પર કાર્યવાહી કરી છે. આ દરમિયાન મમતા બેનર્જી ચેટર્જી પાસે રહેલા ઉદ્યોગ અને અન્ય વિભાગોની જવાબદારી પોતેજ સંભાળશે.

અગાઉ, તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જીએ પાર્થના રાજીનામાને લઈને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસમાં વિરોધના સુર ઉઠતા મમતાએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જી પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ ઈચ્છે છે કે પાર્થ ચેટર્જી અંગે સત્ય બહાર આવે.

તે ભ્રષ્ટાચારને સમર્થન આપતી નથી. બધા લોકો સરખા નથી હોતા. બેનર્જીએ કહ્યું હતું કે, “ચોક્કસ સમયમર્યાદામાં સત્યના આધારે નિર્ણય લેવો જોઈએ.
જો કોઈ વ્યક્તિ દોષિત ઠરે તો મને કોઈ વાંધો નથી કે તેને આજીવન કેદની સજા થાય