આજે પાવીજેતપુર માં શ્રી લક્ષ્મી કો.-ઓપરેટિવ ક્રેડીટ સોસાયટી લી, પાવી જેતપુર. ની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી નું મતદાન છે તેમાં 11 સભ્યો માટે 21 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

મતદાન નો સમય સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થઈ સાંજે 5:00 વાગ્યા સુધી રાખેલ છે, મતદાનનો સમય પૂર્ણ થતાની સાથે જ મત ગણતરીનું પણ આયોજન કરવામાં આવેલ છે એટલે ગણતરીના કલાકોમાં જ ઉમેદવારોનો ફેંસલો થઈ જશે. હવે જોવાનું એ રહ્યું કે આ 21 ઉમેદવારો માંથી કયા 11 ઉમેદવારોનાં ભાગ્ય ચમકે છે.