સુરત શહેરના ભાટેનમા આવેલ પુષ્પા નગર અને અમન સોસાયટીમાં એસએમસી દ્વારા એક પણ શાક માર્કેટ આવેલ નથી. એસએમસી દ્વારા માન દરવાજા પાસે મોટી શાકમાર્કેટ આવેલ છે અને ત્યાં જવાનું કહેવામાં આવે છે પરંતુ અમન સોસાયટી અને પુષ્પા નગરના લોકોને ત્યાં જવું દૂર પડી રહ્યું છે.અને રોજ કમાય ને રોજ ખાનાર લોકો અને નોકરીયાત લોકોને એસએમસી દ્વારા અહીં શાકમાર્કેટની સેવા ઉપલબ્ધ કરવામાં આવી હતી તેવી અહીના સ્થાનિકોની માંગ છે. સુરત એસએમસી દબાણ ખાતાવાળા અહીં વારંવાર આવીને ગરીબ શાક માર્કેટ વાળાઓની લારીઓ લઈને માલ સાથે તેમની ગાડીઓ,લારીઓ લઈ જાય છે ત્યારે આજે લારીઓ વાળા અને ત્યાંના સ્થાનિકો વાળામાં ખૂબ જ ગુસ્સો અને રોષ જોવા મળ્યો.