થરાદ તાલુકાના સણાવિયા ગામમાં આવેલ સહયોગ વિદ્યાલય સણાવિયા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો...વિદાય એક એવો પ્રસંગ છે જે કઠણ હદય ના માનવીને પણ એક વખત આંખોમાંથી આસુ લાવી દે છે. વિદાય અનેક પ્રકારની હોય છે. શાળામાં બાળકો અને શિક્ષકો સાથે આત્મિયતા બંધાઈ જાય છે કે જેને ભુલવી મુશ્કેલ થઈ જાય છે.વર્તમાન સમયમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા બાળકોનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવતો હોય છે. ત્યારે થરાદ તાલુકાના સણાવિયા ખાતે આવેલ સહયોગ વિદ્યાલય શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. *કાર્યક્રમના અધ્યક્ષ ટ્રસ્ટના મંત્રીશ્રી ખેંગારભાઈ કાળાભાઈ પટેલ સાહેબશ્રી અને અતિથિ વિશેષશ્રી ડો. કરસનભાઈ આર પટેલ સાહેબશ્રી ક્રિષ્ના હોસ્પિટલ થરાદની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત પધારેલ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત દ્વારા મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ ઠાકોર સાહેબશ્રી દ્વારા પધારેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ૧૨ના બાળકોને કુમકુમ તિલક દ્વારા વિદાય આપવામાં આવી હતી.ગત વર્ષમાં શાળામાં ધો 9 થી 12 માં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ અને ચાલુ વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અને રમત ગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહેમાનો દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાતાઓ દ્વારા શાળાને દાન પણ આપવામાં આવ્યું હતું.*જેમાં મંડપ દાતાશ્રી ભુદરાભાઈ અમરાભાઈ પટેલ,એન્કરીંગ સ્ટેન્ડના દાતાશ્રી પ્રકાશભાઈ આયદાનભાઈ પટેલ, નાસ્તાના દાતાશ્રી અશોકભાઈ ત્રિકમાભાઈ પ્રજાપતિ,શાલના દાતાશ્રી ડો.જગતાભાઈ ઠાકોર,ટ્રોફીના દાતાશ્રી ડો.રામજીભાઈ રાજપુત શ્રીરામ ક્લિનિક સણાવિયા, ચાના દાતાશ્રી ઉદાભાઈ ઓખાભાઈ પટેલ, સાઉન્ડા દાતાશ્રી ડો.હીરાભાઈ, પાણી બોટલના દાતાશ્રી હરચંદભાઈ લુંબાભાઈ પટેલ,તરફથી દાન આપવામાં આવ્યું હતું.પધારેલ મહેમાનોએ શાળાના બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ વિશેષ મહાનુભાવો એ.પી.ત્રિવેદી કોલેજ ખોરડાના આચાર્યશ્રી ભમરસિંહ સોઢા સાહેબશ્રી,તપસ્વી કોલેજના આચાર્યશ્રી શામળભાઈ નાઈ સાહેબશ્રી,રાજેશ્વર વિદ્યાલય રામપુરાના આચાર્યશ્રી ચંદ્રકાંતભાઈ સાહેબશ્રી,ગામના સરપંચશ્રી ભેમાભાઈ ચૌહાણ, સણાવિયા પ્રા. શાળાના આચાર્યશ્રી રામદાસભાઈ રાઠોડ સાહેબશ્રી,રામપુરા પે.કેન્દ્રના આચાર્યશ્રી અશોકભાઈ નાઈ સાહેબશ્રી, સી.એચ.ઓ. ડો.ગીતાબેન,સણાવિયા તલાટીશ્રી ઉર્વશીબેન, પ્રકાશભાઈ આર્મી ,નરસિહભાઈ તલાટી, ડે.સરપંચશ્રી સવજીભાઈ રાજપુત,ડો.જગતાભાઈ, પૂર્વ સરપંચશ્રી માવાજી પટેલ, ડેેલીકટશ્રી લાલાભાઈ,સણાવ પ્રા.શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ,મોટી પાવડ પ્રા.શાળાના શિક્ષકશ્રી હરેશભાઈ અને દિનેશભાઈ, ડેલ પ્રા.શાળાના શિક્ષકશ્રી હંસરાજભાઈ, ગામના આગેવાન ભુદરાબા પટેલ તેમજ કરશનભાઈ દેસાઈ, તપસ્વી નર્સીગ કોલેજના આચાર્યશ્રી ચેતનભાઈ ચૌહાણ,આ શાળાના તેમજ આજુબાજુની શાળાના બાળકો સહિત ગામના વડીલો યુવાનો તેમજ વાલીગણ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકશ્રી કિર્તિલાલ ઠાકોરે કર્યું હતું. શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ ઠાકોર, શિક્ષકશ્રી હસમુખભાઈ ચૌધરી,હરજીભાઈ રાજપુત,મેલજીભાઈ ચોહાણ, મોતીભાઈ ચૌધરી,નયનાબેન ચૌધરી તમામ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.....
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं