ઘોઘંબા તાલુકાના કાલોલ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં "આપ" દ્વારા જનસભાઓ કરવામાં આવી...

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કેવા કામો કરવામાં આવશે તેની ગેરંટી કેજરીવાલજીએ આપી છે તેનાથી જનતા પ્રભાવિત થઈ છે. દિનેશ બારીઆ ઘોઘંબા તાલુકાના કાલોલ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજ રોજ લોકસંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ જનસભાઓ કરવામાં આવી. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆની આગેવાનીમાં શનીયાડા, આલબેટા, મુલ્લાકુવા, રાણીપુરા તથા ખિલોડી ગામોમાં જનસભાઓ યોજવામાં આવી. ગામોમાં થી અનેક સામાજીક અને રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તમામ ગામોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, રાનીપુરા ગામે પ્રોજેક્ટર ઉપર વિડિયો બતાવવામાં આવ્યો હતો જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના જીવન વિશે માહિતી અને દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરી દર્શાવતા વિડિયો બતાવવામાં આવ્યા હતા. પંચમહાલ લોકસભા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, હવે રાજકીય વાતાવરણ બિલકુલ બદલાય રહ્યું છે જનતા સમજી રહી છે કે, સરકારે કેવા કામો કરવા જોઈએ. દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરી જોઇને ગુજરાતની જનતા પણ તેવા કામો ઇચ્છી રહી છે તેથી આમ આદમી પાર્ટીને લોકો આવકારી રહ્યા છે તેથી ચોક્કસ પણે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે તેવો આશાવાદ વ્યક્ત કરીને જનસભાઓને સંબોધન કર્યો હતો.