દિયોદર માં જીઓ નો મોબાઈલ આપી ફોન ને લોન્ચિંગ કરાયો..વર્તમાન સમયમાં કોઈ કાર્યક્રમોનું આયોજન કરતા હોય ત્યારે કોઈ નેતા,કોઈ અધિકારી તેમજ સાધુ સંતોના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવતું હોય છે.આ યુગમાં કેટલાય એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં સામાન્ય માણસ ના હસ્તે કોઈપણ કાર્યક્રમનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે જીઓ મોબાઈલ લોન્ચિંગ કરવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સરપંચ કે. પી.માળી તેમજ ડિસ્ટ્રીબ્યુટર ભરતભાઈ દેસાઈ દ્વારા એક જરૂરિયાત મંદ વ્યક્તિને જીઓ નો મોબાઈલ ફ્રી માં આપી પોતાના શુભ કાર્યની શરૂઆત કરી હતી અને એક અનોખી પહેલ કરી હતી..