ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગણતરીના મહિના બાકી છે ત્યારે હવે પક્ષ કમર કસી રહ્યા છે અને જનતા ને લુભાવાનાં પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ભવ્ય જનસભા સંબોધી. જનસભામાં હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
લઠ્ઠા કાંડ નો મુદ્દો
જનસભા સંબોધતા અરવિંદ કેજરીવાલે ભાષણમાં ગુજરાતમાં થયેલા લઠ્ઠા કાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ ખુલ્લામાં દારૂ વેચાય છે, અને જેરી દારૂ પીવાથી કેટલાય લોકો નાં મોત થયા હતા, અને તેઓ ભોગ બનેલા પીડિતો નાં પરિવારોની મુલાકાતે પણ ગયા હતા પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જેઓ જેરી દારૂ પીવાથી ભોગ બનનારા પરિવારની મુલાકાત પણ ના લીધી એ ખૂબ દુઃખની વાત કહેવાય.
મફત વીજળી મળશે
અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો અમે દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત આપીશું અને જેનું નો લાઈટ બિલ બાકી હશે એનું વીજળી બિલ માફ કરી દેવામાં આવશે એવી પણ ઘોષણા કરી હતી.
બેરોજગારી મુદ્દે સરકારને ઘેરી
વધુમાં અરવિંદ કેજરીવાલે બેરોજગારીના મુદ્દે પણ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કેજરીવાલ એ કહ્યું કે અહીંયા તો પરીક્ષામાં પેપરો પણ ફૂટી જાય છે અને નોકરી પણ મળતી નથી અમારી સરકાર આવશે ત્યારે અમે ૧૦ લાખ યુવાઓને સરકારી નોકરી આપીશું અને જ્યાં લગી નોકરી નહીં મળે ત્યાં લગી બેરોજગાર યુવાઓને દર મહિને 3000 રૂપિયા ભથ્થું આપવામાં આવશે.
શિક્ષણ પર વાત
આગળ કહ્યું હતું કે અમે સરકારી સ્કૂલોને પ્રાઇવેટ સ્કુલ કરતા પણ સારી બનાવીશું અને અને શિક્ષણનું સ્તર ઊંચું લાવીશું, અને સરકારી હોસ્પિટલો પણ ભવ્ય બનાવીશું અને બધી બીમારી ગમે તેટલી મોટી બીમારી હોય એનો ઈલાજ સરકારી હોસ્પિટલમાં મફતમાં કરીશું.
હવે જોવાનું એ રહ્યું કે આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ ઘોષણાઓ થી કેટલો ફાયદો થાય છે.