ગુજરાત હાઇકોર્ટ દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપર રખડતા પશુઓના અડીંગા જેવા દ્રશ્યો થી સર્જાતા અકસ્માતોની ગંભીર નોંધ લઈને રખડતા પશુઓને પાંજરાપોળમાં મોકલવાના આપેલા આદેશોમાં ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેશનથી મુનલાઈટ તરફ જાહેર રસ્તા ઉપર ફરતા અને અડીંગો જમાવીને બેઠેલા આ અબોલ પશુઓ ગુજરાત હાઇકોર્ટના આંકરા વલણ થી સ્વભાવિક છે કે બે-ખબર હોય પરંતુ ગુજરાત હાઇકોર્ટના આદેશથી વાકેફ એવા જવાબદાર ગોધરા નગર પાલિકાના સત્તાધિશો પણ અદાલતના આદેશના પાલનમાં દેખાડો કરી રહ્યા હોય એવા દ્રશ્યો માં શહેરના જાહેર માર્ગો ઉપર અબોલ પશુઓનો જમાવડો યથાવત જોઈને પસાર થતા વાહન ચાલકો પણ ગંભીર આશ્ચર્ય અનુભવી રહ્યા હતા.!!