સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે નિવેદન આપ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની રચનાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આનાથી નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન  જોડાઈ શકશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આને કારણે ગુજરાતના ખેડૂતોને ઘણો લાભ થશે.10 હજાર ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવાની જાહેરાત કરી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનોના દરેક સભ્યને 2 હજારની રકમ આપવામાં આવશે. તે ઉપરાંત દરેક ખેડૂત ઉત્પાદક સંગઠનને 2 કરોડની લોન પણ મળશે. ભારતમાં ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો રહ્યો છે અને સાબર ડેરીમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સના લોકાર્પણ દ્વારા સરકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ટેકો આપવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરી શકશે.