પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષની જેમ સૈયદ શાહ વજીઉદ્ધિંન અલ્વી ગુજરાતી રહમતલ્લાહઅલયનું સંદલ શરીફ અને ઉર્સની ઊજવણી નિમિત્તે સંદલીપુરામાં નાત શરીફ તકરીર અને આમ ન્યાજ અકિદતમંદો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે જનાબ સૈયદ મુજમ્મિલ બાપુ રાણીયાવાળા દ્વારા એહલેબૈતની કુરબાની અને તેમની સાથે નિસબતથી કેવું જોડાણ હોવું જોઈએ અને પુખ્તા ઈમાનની નિશાની શું આ વિશે કુરઆન અને હદિષની રોશનીમાં ખૂબ ઉપયોગી સીખ આપવામાં આવી હતી. સાથે સાથે પોતાના વતન (દેશ) ને પ્રેમ કરવો અને જરૂર પડે દેશ માટે પોતાનાં પ્રાણનું બલિદાન આપવા તૈયાર રહેવું એ પણ ઈમાનનો એક ભાગ છે.
જનાબ સૈયદ નઈમુદ્દીન બાપુ દ્વારા ખાસ દુઆ કરવામાં આવી હતી જેમાં વિશેષ દેશમાં કોમી એકતા અને ભાઈ ચારો જળવાઈ રહે અને દરેક ધર્મ પંથ વર્ગ સમાજ ભેદભાવ વિના એક બીજાના ધર્મ અને સંસ્કૃતિનુ સન્માન કરે તેવી ભાવના દરેક ભારતીયમાં સંપૂર્ણ રીતે પેદા થાય અને આપણો દેશ વિશ્વગુરુ બને આપણે સૌ કોઈ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સલામતી સાથે
સ્વસ્થ જીવન ભોગવીએ અને ગરીબ વંચિત પછાત દબાયેલ કચડાયેલ છેવાડાનાં માનવીને મદદ થઈ સાચાં અર્થમાં માનવી હોવાનો માનવ ધર્મ નિભાવીએ તેવી ભાવના પ્રગટ કરી અંતે સર્વે માટે ફરીએકવાર દુઆ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના અગ્રણીઓ અકિદતમંદો દ્વારા મહેમાનોનું ફૂલોના હાર થી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દરેક વ્યકિત વિશેષ દ્વારા પોતાની વ્યક્તિગત જવાબદારી સમજી સાથ સહકાર અને સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.....!!