અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગુજરાત માં જે પણ ઘટનાઓ ઘટી રહી છે તે માટે લોકો અને સરકાર ની આંખો ખોલવા મીડિયા ખુબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. તે બદલ હું આમ આદમી પાર્ટી વતી તમામ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા નો આભાર વ્યક્ત કરું છું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લઠ્ઠાકાંડ મુદ્દે પ્રકાશ પાડતા ગોપાલ ઇટાલિયા એ કહ્યું કે, હું 27 જુલાઈ ના રોજ રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ થી પીડિત પરિવારો ની મુલાકાતે ગયો હતો. ત્યાં લોકો સાથે વાતચીત કરીને જાણવા મળ્યું કે, ચોકડી ગામ થી બીજા અન્ય 40 ગામો માં દારૂ વેચાય છે, ચોકડી ગામ ગેરકાનૂની દારૂ નું કેન્દ્ર છે. ગામના લોકો એ નિખાલસ ભાવે આપમેળે આ માહિતી આપી છે. ત્યાં દરેક સમાજના લોકો એ સ્વીકાર્યું કે, બરવાળા પોલીસ ચોકી ના PSI ગંભીરસિંહ વાળા એ ખુબ સારું કામ કર્યું છે. ગેરકાનુની દારૂ બંધ કરાવવા માટે PSI ગંભીરસિંહ વાળા એ ઘણાં પગલાં લીધા છે. વિરોધ પક્ષ માં હોવાનો મતલબ એ નથી કે બધી જ વાત નો વિરોધ કરવો જોઈએ. એટલે બોટાદ ના SP અને બરવાળા ના PSI દ્વારા જે પણ કામગીરી કરવામાં આવી છે તેની હું આમ આદમી પાર્ટી વતી સરાહના કરું છું.

અમને માહિતી મળી છે કે, ભાજપ ના લોકો ને પોતાને બચાવવા માટે બોટાદ ના SP, બોટાદ ના DYSP અને બરવાળા ના PSI ને સસ્પેન્ડ કર્યા છે, જે તદ્દન ખોટું પગલું છે. હર્ષ સંઘવી જી એ અને સી.આર. પાટીલ જી એ પોતાની આબરૂ બચાવવા માટે, પોતાના ધંધા છુપાવવા માટે પોલીસ નો ભોગ લીધો છે. રોજીદ ગામ ની મુલાકાત પછી અમે બોટાદ ગયા હતા. ત્યાં હું બોટાદ ના ઘણા સામાજિક કાર્યકર્તાઓ ને મળ્યો, ત્યાં બધા સાથે વાત કરતા જાણ થઇ કે લઠ્ઠાકાંડ પાછળ મુખ્ય જવાબદાર બોટાદ ના ભાજપ જિલ્લા પ્રમુખ અને તેમની સાથે મળતિયા રૂપે કામ કરતા બરવાળા પોલીસ સ્ટેશન માં કોઈ મહિલા ASI ની સાંઠગાંઠ ના કારણે આ લઠ્ઠાકાંડ ની ઘટના ઘટી છે. આમ બોટાદ ના ભાજપ જિલ્લા પ્રમુખ ને બચાવવા માટે પોલીસ નો ભોગ લીધો છે.

લઠ્ઠાકાંડ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ એ રાજીનામું આપવું જોઈએ: ગોપાલ ઇટાલિયા

હર્ષ સંઘવી જી એ અને સી.આર. પાટીલ જી એ પોતાની આબરૂ બચાવવા માટે, પોતાના ધંધા છુપાવવા માટે પોલીસ નો ભોગ લીધો છે: ગોપાલ ઇટાલિયા

બોટાદ ના ભાજપ જિલ્લા પ્રમુખ અને બરવાળા પોલીસ સ્ટેશન માં કોઈ મહિલા ASI ની સાંઠગાંઠ ના કારણે આ લઠ્ઠાકાંડ ની ઘટના ઘટી છે: ગોપાલ ઇટાલિયા

સંસદ થી લઈને સડકો સુધી આમ આદમી પાર્ટી એ ગુજરાત ના લોકો નો અવાજ બનવાનું કાર્ય કર્યું છે: ગોપાલ ઇટાલિયા

લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ઘણા કાર્યક્રમો થશે: ગોપાલ ઇટાલિયા

‘આપ’ ગુજરાત ની લઠ્ઠાકાંડ ની લડાઈ દરેક સંજોગોમાં લડશે: ગોપાલ ઇટાલિયા

પીડિત પરિવારો, ઈમાનદાર અધિકારીઓ અને જેટલા પણ લોકો એ ગુજરાત ના ભલા માટે કામ કર્યા છે આમ આદમી પાર્ટી તે બધા સાથે ઉભી છે અને તેમનો સહયોગ કરે છે. આ લઠ્ઠાકાંડ થી ગુજરાત ની છબી આખા દેશ માં ખરડાઈ છે. આમ આદમી પાર્ટી એ રાજ્યસભા માં પણ અવાજ ઉઠાવ્યો છે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટી ના તમામ સાંસદો ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષા એ ગઈકાલે અમે દિલ્હી ભાજપ હેડકોટર ને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બોટાદ માં પણ ગઈકાલે મારા નેતૃત્વ માં ભાજપના હેડકોટર ને ઘેરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આમ, સંસદ થી લઈને સડકો સુધી આમ આદમી પાર્ટી એ ગુજરાત ના લોકો નો અવાજ બનવાનું કાર્ય કર્યું છે.

દુઃખ ની વાત છે કે ભાજપ ના લોકો એ આજ સુધી લોકો ની વ્યથા સાંભળવાનું તો દૂર શ્રદ્ધાંજલિ પાઠવવાનું પણ યોગ્ય સમજ્યું નથી. ભાજપ ના લોકો નું આવું વલણ જતાવે છે કે લઠ્ઠાકાંડ પાછળ ભાજપ જ જવાબદાર છે એટલે અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ નું રાજીનામું માંગીયે છીએ. આમ આદમી પાર્ટી એ લઠ્ઠાકાંડ વિરુદ્ધ રાજીનામાની માંગ કરતા દરેક જિલ્લામાં આવેદન પત્રો આપ્યા છે. હજી લઠ્ઠાકાંડ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા આવા ઘણા કાર્યક્રમો થશે. અમે ગુજરાતની લઠ્ઠાકાંડ ની લડાઈ દરેક સંજોગોમાં લડી લઈશું.

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સ માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી પણ હાજર રહ્યા હતા.