બાર જ્યોતિર્લિંગમા પ્રથમ અને કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવા વિશ્ર્વ સુપ્રસીધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસમા લાખોની સંખ્યામા ભાવીકોનુ ઘોડાપુર ઉમટી પડવાનુ છે. ત્યારે દેશવિદેશથી આવતા ભાવીકોની સલામતીને ધ્યાને લઈ  ગીરસોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિહ જાડેજાની સીધી જ દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામા આવ્યો છે. જેમા 250 પોલીસના જવાનો,  એસ આર પી કંપની,  રાઉન્ડ ધ કલોક પોલીસ,  ડોગ સ્કવોડ, સીસીટીવી કેમેરા , ભાવીકોને એન્ટ્રી અને એકઝીટ એક જ જગ્યા પરથી રાખવામા આવ્યા છે, પાકીઁગ માટેના વધુ બે પોઇન્ટ વધારવામા આવ્યા છે.