સિહોર અને પંથકમાં ભાદરવી અમાસનું અનેરૂં મહાત્મ્ય છે અને ભાદરવીએ યોજાતા ભાતીગળ લોકમેળા સંસ્કૃતિના ધબકાર સમા છે શહેરના બ્રહ્મકુંડ ખાતે દર વર્ષે લોકમેળો યોજાય છે મેળો માણવા માનવ મેદની ઉમટી પડે છે. હૈયે - હૈયુ દળાય તેટલી ભીડ જામે છે. વરસાદી સરવડા વચ્ચે ઠંડક ભર્યા માહોલ વચ્ચે આવતીકાલે લોકો ઉમંગ ઉત્સાહ સાથે લોકમેળામાં ખાણીપીણી, ખરીદી તથા નાના મોટા ચકડોળની મોજ માણશે તહેવારો ઉત્સવોની જેમ મેળાનું મહત્વ ખાસ કરીને ગ્રામ્ય પ્રજા માટે સવિશેષ હોય છે. એમને માટે મેળો આનંદ પ્રમોદ યાત્રા, યાત્રા અને ખરીદી એમ ત્રિવિધ પ્રકારે અગત્યનું અને મોટુ માધ્યમ છે અબાલવૃધ્ધ સૌને મેળાનું નામ માત્ર ઉત્સાહ પ્રેરક છે. બાળકો અને સ્ત્રીઓ માટે મેળો. વધુ મહત્વ ધરાવે છે, કારણ કે તેના દ્વારા સ્ત્રીઓને દરરોજની જવાબદારીમાંથી તે દિવસ પૂરતી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં સૌથી વધુ લોકમેળા યોજાય છે. ભાદરવી સાથે મેળા-ઉત્સવની વણઝારના શ્રાવણ માસની પૂર્ણાહ્તિ થતી હોય છે ત્યારે સિહોરના બ્રહ્મકુંડ ખાતે યોજાનારા આ લોકમેળામાં આનંદઉલ્લાસભેર લોકો જોડાશે લોક હૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવતો આ લોકમેળો હજારો લોકોને મોજમસ્તીનાં મહાસાગરમાં ડૂબાડશે.