છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ ભેંસાવહી એસએસસી કેન્દ્રનું ૭૪.૦૨ % તથા સૌથી ઓછું નસવાડી કેન્દ્રનું ૪૧.૩૦ % પરિણામ

              છોટાઉદેપુર જિલ્લામાં ભેંસાવહી એસએસસીના કેન્દ્ર નું સૌથી વધુ ૭૪.૦૨ ટકા પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું નસવાડી કેન્દ્રનું ૪૧.૩૦ ટકા પરિણામ આવવા પામ્યું છે. 

            પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાનું એસએસસીનું પરિણામ ૧૦૭૯૩ વિદ્યાર્થીઓમાંથી ૬૬૩૧ વિદ્યાર્થીઓ પાસ થતાં ૬૧.૪૪ ટકા પરિણામ આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધારે પરિણામ ભેંસાવહી કેન્દ્રનું આવ્યું છે. ભેંસાવહી કેન્દ્રમાં ૩૩૧ વિદ્યાર્થીઓમાંથી ૨૪૫ વિદ્યાર્થીઓ પાસ થતાં ૭૪.૦૨ ટકા પરિણામ આવવાનું છે. ગત વર્ષે ૬૬.૦૪ ટકા પરિણામ આવ્યું હતું. જેના કરતા આ વર્ષે ૭.૯૭ ટકા વધારે પરિણામ આવ્યું છે. જ્યારે નસવાડી કેન્દ્ર ઉપર ૧૦૫૮ વિદ્યાર્થી માંથી ૪૩૭ વિદ્યાર્થીઓ પાસ થતા ૪૧.૩૦ ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષે ૬૨.૦૩ ટકા પરિણામ હોય તેથી આ વર્ષે ૨૦.૭૨ ટકા પરિણામ ઓછું આવ્યું છે.

              છોટાઉદેપુર જિલ્લામાં શૂન્ય ટકાવાળી એક પણ શાળા નથી. જ્યારે સો ટકાવાળી ત્રણ શાળાઓ છે. ગત વર્ષે ૧૦૦ % વાળી એક જ શાળા હતી જ્યારે આ વર્ષે બે શાળાનો વધારે થતાં ૧૦૦% પરિણામ વાળી કુલ ત્રણ શાળાઓ થઈ છે. જ્યારે ૩૦ ટકાથી ઓછા પરિણામ વાળી ૯ શાળાઓ નોંધાય છે. ગત વર્ષે ૧૧ શાળાઓ હતી જેમાં ૨ શાળાનો ઘટાડો થતાં આ વર્ષે ૯ શાળાઓનું ૩૦ ટકા પરિણામથી ઓછું આવ્યું છે.