ઘોઘંબા તાલુકાના માલુ ગોરડા શેરી પાસેથી એક દિપડો પાંજરે પુરાયો છે. મામાના ઘરે રક્ષાબંધન કરવા આવેલા ભાણીયાને માનવ ભક્ષી દિપડાએ ફાડી ખાધો હતો. ત્યાર બાદ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી, જેને લઈ ગત મોડી રાત્રે એક દિપડો પાંજરે પુરાયો છે.
ઘોઘંબા પંથકમાં સતત અવાર નવાર માનવ ભક્ષી દીપડા દ્વારા હુમલા કરવાની ઘટના બની રહી છે અને ઘણી વાર માનવભક્ષી દીપડાઓ દ્વારા માનવ પર હુમલા કરવામાં આવ્યા હતા. ગોયાસુંડલ, રૂપારેલ જેવા વિસ્તારોમાં માનવ ભક્ષી દિપડાએ હાહાકાર મચાવ્યો હતો.