મહુવા તાલુકાના બામણિયા સબ ડિવિઝનના કર્મચારીઓ દ્વારા વેલણપુર ગામે ઝાડી ફળીયા ખાતે વીજ બિલના જોડાણ કાપવા બાબતે ભારે વિરોધ સાથે વાતાવરણ ઉગ્ર બની જવા પામ્યું હતું જે બાબતને લઈને તા.03/04/2023ના રોજ વેલણપુર ગામે ઝાડી ફળિયા ખાતે 50 થી 60 જેટલી મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ થતા વાતાવરણ તંગ થઈ જવા પામ્યું હતું ત્યારબાદ વીજ કંપનીના અધિકારી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી પરંતુ પૂરતા પ્રમાણમાં બંધોબસ્તના હોવાથી સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખી વીજ જોડાણ પરત લગાવવાની નોબત આવી હતી જો કે ઉચ્ચ અધિકારી દ્વારા મહુવા પોલીસને જાણ કરવામાં આવતા મહુવા પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓની સમજણ પટાવટ બાદ આખરે મામલો થાળે પાડ્યો હતો જ્યારે આજરોજ તા.05/06/2023ના રોજ વેલણપુર ઝાડી ફળિયા ખાતે વીજ બિલ નહિ ભરનાર સામે વીજ કંપનીના અધિકારીઓએ લાલ આંખ કરતા વીજ બિલ નહિ ભરનાર વેલણપુર ઝાડી ફળિયા ખાતે મહુવા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 10 જેટલા વીજ જોડાણ કાપી લેવામાં આવ્યા હતા