વર્ક પ્રેશરથી બચવા માટે વારંવાર નોકરી બદલે છે
કંપનીઓ એવા કર્મચારીઓને હાયર કરવાથી દૂર રહે છે જે લાંબા સમય સુધી કામ ના કરી શકે
કર્મચારી નોકરી બદલતી વખતે જૂની કંપની અંગે નેગેટીવ વાતો કરે છે

ઘણા લોકોને નોકરી બદલવા પાછળ તેના અમુક ખોટા નિર્ણય હોય છે, જે તેઓ કામ દરમ્યાન કરે છે. તો અમુક કર્મચારીઓ વર્ક પ્રેશરથી બચવા માટે વારંવાર નોકરી બદલે છે. આ આદત જોબ પ્રોફાઈલને ખરાબ કરે છે. કંપનીઓ એવા કર્મચારીઓને હાયર કરવાથી દૂર રહે છે જે લાંબા સમય સુધી કામ ના કરી શકે. આવા કર્મચારીઓને ક્યારેક-ક્યારેક નોકર મળવી પણ મુશ્કેલ થાય છે.

જૂની કંપની વિશે નેગેટીવ વાતો ના કરશો
જો કોઈ કર્મચારી નોકરી બદલતી વખતે જૂની કંપની અંગે નેગેટીવ વાતો કરે છે, તો નવી કંપનીઓ તેને હાયર કરવામાં સંકોચ અનુભવે છે. આ સાથે આ પ્રકારની આદત કર્મચારીની છબિને બગાડવાનુ કામ પણ કરે છે.

કારકિર્દીમાં બ્રેક લેવો પોઝીટીવ
અમુક નિષ્ણાંતો આ માને છે કે ક્યારેક-ક્યારેક કારકિર્દીમાં બ્રેક લેવો પોઝીટીવ હોય છે, આ અનેક વખત કર્મચારીઓ માટે ફાયદાકારક હોય છે. પરંતુ કારકિર્દી બ્રેક પગાર અથવા લોકેશન માટે ના કરવામાં આવ્યો હોય.


નોકરીમાં આ રીતે લો બ્રેક
ઘણા કર્મચારીઓ ડાઉનસાઇજિંગ, શૉર્ટ કોન્ટ્રાક્ટ પૂરો થઇ જવો, ટ્રાવેલિંગ અથવા પોતાનુ કામ શરૂ કરવા જેવી ક્રિએટીવ વસ્તુઓ માટે પણ કારકિર્દી બ્રેક લે છે. આવા બ્રેક ફાયદો કરાવે છે.