Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 

આજ  રોજ અત્રેની શ્રીમતી સી.આર. ગાર્ડી આર્ટ્સ કોલેજ, મુનપુર ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમની શરૂઆત કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા ગુરુવંદનાની સામૂહિક પ્રાર્થના કરીને કરવામાં આવી.

ત્યારબાદ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલ તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને અક્ષતથી સ્વાગત કરી સૌને મીઠો આવકાર આપીને સન્માન કરવામાં આવ્યું.

ત્યારબાદ અત્રેની કોલેજના વિઝનરી આચાર્ય સાહેબશ્રી ડૉ.એમ.કે.મહેતા સાહેબે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલ તમામ વિદ્યાર્થીઓનું શબ્દોથી ભાવભર્યું સ્વાગત કરીને આશીર્વાદ આપ્યા. આ ઉપરાંત તેઓએ કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, કોલેજના વિવિધ એકમોનું કાર્ય, NEP (New Education Policy) હેઠળ વિદ્યાર્થીઓને ભણવાના થતા વિવિધ પેપર્સ, તેઓની ઉજ્જવળ કારકિર્દી બનાવવા અંગેનું સુંદર માર્ગદર્શન પણ આપ્યું.

ત્યારબાદ હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ.સુશીલાબેન વ્યાસે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક દૃષ્ટાંતો આપીને જીવનમાં કેવી રીતે સફળ થવું જોઈએ તે વિશે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું. તેઓએ વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા અનુસાર પોતાની ક્ષમતાઓ વિકસાવવા માટે કોલેજ કેવી રીતે ઉપયોગી બને છે તે અંગે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેઓશ્રીએ સોક્રેટિસ ની વાર્તા દ્વારા અભ્યાસ અંગેની ભૂખ વિદ્યાર્થીઓમાં સુંદર રીતે ઉજાગર બને તેને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે શિસ્તનું મહત્ત્વ પણ સમજાવ્યું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃત વિભાગના અધ્યાપક ડૉ. હિતેશ કે. કુબાવત દ્વારા કરવામાં આવ્યું હતું.