જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સાબરકાંઠામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમના બીજા રવિવારે નવા ૪૧૭૮ મતદારો ઉમેરાયા
સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮ ઓગસ્ટ ખાસ ઝુંબેશ રવિવારના દિવસના રોજ જિલ્લા સમાહર્તા શ્રી હિતેષ કોયાએ ઇડર મતદાર વિભાગ મતદારયાદી સુધારણા કાર્યક્રમ સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ બી.એલ.ઓ. અને મતદારો સાથે ચર્ચા કરી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરાવા માટે હકક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૨૮ ઓગસ્ટના રવિવારના રોજ નવા ૪૧૭૮ મતદારોનો ઉમેરો થયો હતો. ગત રવિવાર થી અત્યાર સુધીમાં કુલ ૫૪૨૮૭ નવી અરજીઓ
મતદાર યાદીમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે નમુનો—૬માં અત્યાર સુધી ૮૮૭૬ અરજીઓ, ૬(ખ) રવિવારના દિવસે ૨૫૫૨૪ અને અત્યાર સુધીમાં ૪૧૩૭૩, નમુનો-૭ ૧૨૪૨, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ ૨૭૯૬ અરજીઓ મળી છે. આમ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૪૨૮૭ નવી અરજી મળી છે.
ઉપર્યુકત નમુનો કલેકટર કચેરી, મતદાર નોંધણી અધિકારી/ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, પ્રાંત/ મામલતદારની કચેરી તેમજ બુથ લેવલ ઓફિસર પાસેથી વિના મૂલ્યે મેળવી શકાશે. આ નમૂનો ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકાશે.