રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ બિલાડીની ટોપી જેમ વધી રહ્યો છે પહેલા ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ દરિયાકિનાર મારફતે કસાઇન્મેટની આડમાં ઘુસાડવામાં આવતું હતું ત્યારે ગુજરાતની સુરક્ષા એન્જસી દ્રારા અવાર-નવાર પોર્ટ પરથી ડ્રગ્સનું જથ્થો પકડી પાડી ડ્રગ્સ માફિયાઓની ખેપ નિષ્ફળ બનાવામાં આવે છે. પરંતુ થોડાક દિવસ આગાઉ વડોદરાના સાવલી મોકસી ખાતે આવેલી નેકટર હોમ અને ભરૂચના પનોલી GIDCમાંથી ડ્રગ્સ બનાવતી ફેકટરીઓ ઝડપાતા એજન્સીઓની આંખો પણ પહોળી થઇ હતી.
જયાં કેમિકલ ,માર્બલ ફેકટરીના આડમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં બનાવામાં આવતું હતું અને જુદા -જુદા રાજ્યમાં સપ્લાય કરાતું હતુ જયાં આ કેસમાં મૂખ્ય માસ્ટર માઇન્ડ મહેશ પિયુષ સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં 9 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા જેમાં પોલીસને વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે બે આરોપી મોરબીની કેમિકલ ફેકટરીના ગોડાઉનમાં મોતનો સમાન બનાવતા હતા ગુજરાતમાં માંથી જુદા-જુદા રાજ્યમાં ડ્ર્ગસનું સપ્લાય કરતા હતા .
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણે અજગરી ભરડો લીધો છે આજના યુવાનોને ડ્રગ્સ માફિયાઓ નશાના રવાડે ચડાવી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે અને નશાના કાળાકારોબારમાં ધકેલી પરિવારોને બરબાદ કરી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ કુખ્યાત એમ ડી ડ્રગ્સ પેડલર અમીના ડૉનની એસ ઓ જીએ ધરપકડ કરી હતી. અમદાવાદ સહિત રાજ્યભરમાં ડ્રગ્સમાફિયાઓ પોતાના નેટવર્ક વિકસાવી યુવાધનને બરબાદ કરવાનું દેશવિરોધી ષડયંત્ર ઘડી રહ્યા છે.