ફતેપુરા તાલુકાના પીપલારા ગામે નિષ્કલંક ભગવાન મંદિરે કાવડ યાત્રા નું આયોજન કરાયું હતું શ્રાવણ માસના છેલ્લા દિવસ શનિવાર અને અમાસ ના પવિત્ર દિવસે યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા પણ ઉપસ્થિત રહ્યા હતા નિષ્કલંક ભગવાનની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ કાવડયાત્રીઓનો પ્રસ્થાન કરાવાયું હતું.
કાર્યક્રમમાં પ્રદેશ આદિજાતિ મોર્ચા ના ઉપાધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી, આગેવાન મુકેશભાઈ પારગી ઉર્ફે ટીનાભાઈ, મનોજભાઈ અગ્રવાલ, ચતુરભાઈ પાંડોર, સહિત મોટી સંખ્યામાં ભક્તજનો અને કાવડયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.