મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિમાં ઓડ સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન  યોજાયું 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓડ સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું

ઓડ સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રી નું ઉષ્માભર્યું અભિવાદન કર્યું

-:મુખ્યમંત્રી:-

• પ્રાથમિક સુવિધાઓ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડી સરકારે અંત્યોદયથી સર્વોદયના સૂત્રને ચરિતાર્થ કર્યું 

• ગુજરાત જન-કલ્યાણકારી સેવાઓના પ્રદાનમાં હંમેશાં અગ્રેસર

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રોડ-રસ્તા, વીજળી, પાણી, જેવી પ્રાથમિક સુવિધાઓ રાજ્યના છેવાડાના માનવી સુધી પહોંચાડી સરકારે અંત્યોદયથી સર્વોદયના સૂત્રને ચરિતાર્થ કર્યું છે. રાજ્ય સરકારે જન-સામાન્યની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખીને સુશાસનની જે આગવી કેડી કંડારી છે, તેનાથી ગુજરાત દેશનું મોડલ સ્ટેટ બન્યું છે.

આ પ્રસંગે ઓડ સમાજના પૂજ્ય ગુરુ શ્રી પીસાવાડા મહારાજ, બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ, પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, ઓડ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ  શ્રી જશુભાઈ ઓડ, સહિતના અગ્રણી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.