અમરેલીમાં ગણપતિ મહોત્સવની તૈયારીઓ: ૭૦૦થી લઈને ૨૦ હજાર સુધીના નાની મોટી મૂર્તિઓના ભાવ છેલ્લા બે વર્ષથી ભારતના તહેવારોમાં કોરોના મહામારીને કારણે એક પ્રકારે ગ્રહણ લાગ્યું હતું જો કે આ વર્ષે કોરોનાનું વિઘ્ન ધીરે ધીરે ટળી રહ્યું છે ત્યારે જન્માષ્ટમી બાદ વિધ્નદેવતાનો સૌથી મોટો તહેવારની ઉજવણી થવાની છે. અમરેલીમાં આ તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમરેલીની બજારમાં એક ખાસ પ્રકારની રોનક જોવા મળી રહી છે. જન્માષ્ટમીનો તહેવારની લોકોએ ઉજવણી કરી હતી ત્યારે હવે ગણેશ મહોત્સવની પણ રંગે ચંગે તૈયારી થઇ રહી છે. અમરેલીની બજારોમાં તૈયારીઓ શરૂઆત થતાં જ ગણેશજીના વિવિધ પ્રકારના સ્વરૂપોની મૂર્તિઓ જોવા મળી રહી છે. શહેરમાં નાની નાની મૂર્તિથી લઈને મોટી મૂર્તિ પણ બજારમાં મળી રહી છે. બજારોમાં વિવિધ પ્રકારની રણબેરંગી મૂર્તિઓ લોકો ખરીદી રહ્યા છે છેલ્લા બે વર્ષ બાદ આવી રહેલા તહેવારોથી અમરેલી જિલ્લાના પ્રજાજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જન્માષ્ટમી બાદ ગણેશ ચતુર્થીના ત્યોહાર પણ લોકો ખુબજ હર્ષ ઉલાસથી ઉજવવા માટે તૈયારીઓ શરૂ કરી છે હાલ બજારમાં નાની મૂર્તિ જેની કિંમત ૭૦૦ રૂપિયા છે અને સૌથી મોટી મૂર્તિ જેની કિંમત ૨૦ હજાર રૂપિયા સુધીની છે. આ વર્ષે અમરેલીના લોકો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવા તરફ વળતા જોવા મળી રહ્યા છે આ પ્રતિમાઓ લોકો મહિના દિવસ પહેલા બુક કરાવી દેવી પડતી હોય છે અને ગણપતિ  ઉત્સવ ઉજવવા મૂર્તિ ઘરે લાવવા માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલીના લોકોએ તહેવાર વિષે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી એક પણ તહેવારની ઉજવણી કરી શક્યા નથી ત્યારે આ વર્ષે કોરોના હળવો થતા ધીરે ધીરે તહેવારોની ઉજવણી થાય છે જેનાથી કારીગર વર્ગને ફાયદો મળે છે અને રોજગારી પણ ઉપલબ્ધ થાય છે. અમરેલીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ભગવાનની મૂર્તિ બનાવનાર દેવા ભાઈ જે કોલેજ સર્કલ આગળ મૂર્તિનું વેંચાણ કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ધંધો બંધ પડ્યો હતો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વિપુલ મકવાણા અમરેલી