આખરે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મામલે હવે કડક એક્શન લીધા છે અને ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે અને DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરવા સાથે બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી કરી નાખવાના પગલાં ભરવામાં આવ્યા છે.
જેમાં જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલની બદલી કરવામાં આવી છે, જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે.
બોટાદ ઝેરી કેમિકલ કાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી માં
અમદાવાદ ગ્રામ્ય-બોટાદ પોલીસ અધિકારીઓ પર એક્શન લેવાયા છે.
જેમાં 6 અધિકારીઓ સસ્પેન્ડ, 2 SPની બદલી,2 DySP, 1 CPI, 1 PI, 2 PSI સસ્પેન્ડ કરાયા,બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી થઈ છે, ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્ર યાદવની બદલી,બોટાદ Dy.SP એસ. કે. ત્રિવેદી સસ્પેન્ડ, બરવાળા PSI બી. જી. વાળા સસ્પેન્ડ,રાણપુર PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણા સસ્પેન્ડ, ધંધુકા PI કે. પી. જાડેજા સસ્પેન્ડ,ધોળકાના Dy.SP એન.વી. પટેલ સસ્પેન્ડ,ધંધુકા CPI સુરેશ બી. ચૌધરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પગલાંને લઈ પોલીસબેડામાં સોપો પડી ગયો છે