ગરબાડાના ભરસડા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક યુવકને ઝડપી પાડતી દાહોદ SOG પોલીસ.
દાહોદ એસએસજી પોલીસે ગરબાડા તાલુકાના ભરસડા ગામ ખાતેથી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડ્યો તેવી માહિતી પ્રાપ્ત થઈ છે
દાહોદ એસઓજી શાખા ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી પઢીયાર તથા પીએસઆઇ બી.એ પરમાર તથા એસોજી શાખાના ના માણસો તારીખ 25 ઓગસ્ટના ગતરોજ ગરબાડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે અડધી બાઈનું કાળા કલરનું ટીશર્ટ અને કમરે ભૂખરા કલરનું પેન્ટ પહેરી પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ભરસડા થી ગાંગરડી તરફ આવનાર છે જે મળેલ બાતમીના આધારે પોલીસની ટીમ ભરસડા ચોકડી ઉપર વોચમાં હતા તે દરમિયાન મળેલી બાતમી વાળો ઇસમ રણજીતભાઈ નારુભાઈ માવી ભરસડા તરફથી આવતા પોલીસે કોટન કરી ઝડપી પાડી તેને અંગ ઝડપથી કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટ નો તમંચો મળી આવ્યો હતો જેથી એસઓજી પોલીસે 2500 રૂપિયા દેશી હાથ બનાવટ નો તમંચો કબજે કરી ભરસડા ગામના અજીતભાઈ નારુભાઈ માવી ને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે