બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર આરટીઓ અધિકારી અને તેના વચેટિયાને અમદાવાદ એસીબીએ લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડ્યા છે. જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ તેના વચેટિયા ભરત પટેલ સાથે રહી 11,700 રૂપિયાની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ અમદાવાદ એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો, અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેના વચેટીયા ફરિયાદીએ પાસે માંગેલ પૈસા પાલનપુરના ગઠામણ દરવાજા ગલબાભાઈના પૂતળા પાસે લાંચના પૈસા સ્વીકાર તા જ એસીબીએ ઝડપી પાડ્યા હતા.

બનાસકાંઠા જીલ્લામાં ફરી એક વાર લાંચિયો RTO અધિકારી ઝડપાયો છે. જેમાં થોડા દિવસ અગાઉ બે એજન્ટો પાલનપુર ACB ના રંગે હાથ ઝડપાયા બાદ આજે અમદાવાદ ACB ના હાથે RTO ઇન્સ્પેક્ટર ઝડપાયો છે. જેમા ફરીયાદી ઓટો એડવાઇઝરની ઓફીસ માં કામ કરે છે, તેમના ક્લાઇન્ટનાં વાહનોનાં નામ ફેરબદલી તેમજ બોજા નાંખવા નાં કામે આર.ટી.ઓ કચેરી માં અવાર નવાર જતા હોય છે.

જેમાં આરોપી આર.ટી.ઓ ઇન્સ્પેક્ટરે તેમને પોતાના વચેટીયા આરોપી ભરત જીવાભાઈ પટેલને 11,700 કોઇ બીલ પેટે આપીનું કહેલ પરંતુ ફરીયાદી બીલનાં નાણાં ચુકવતા માંગતા ન હોવાથી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબીએ લાંચનું છટકું ગોઠવી અને છટકા દરમ્યાન આરોપી ભરત પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી લાંચનાં નાણાં માંગી સ્વીકારતા જ આરોપી અંકિત નરેન્દ્રભાઇ પંચાલ RTO ઈંસ્પેક્ટર વર્ગ 2 પાલનપુરની સાથે મોબાઇલ પર વાત કરી લાંચનાં નાણાં મળી ગયેલ હોવા અંગે જાણ કરી તેમની સંમતિ સ્વીકૃતિ મેળીવતા જ બન્ને આરોપીઓને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતા.