રાજ્યમાં તૂટી રહેલી કોંગ્રેસે હજુ હાર માની નથી અને ભલે ઘણા સિનિયરો પાર્ટી છોડી રહ્યા હોય પણ હજુ કોંગેસને આશા છે કે કંઈક કરી શકીશું તેથીજ ગેહલોત હાલ ગુજરાતમાં પ્લાનિંગ કરી રહયા છે તે મુજબ હાલમાં તો પાર્ટી દ્વારા ઇલેકશન કમિટીની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં રઘુ શર્મા, જગદીશ ઠાકોર સહિત સુખરામ રાઠવા,મધુસુદન મિસ્ત્રી શક્તિસિંહ ગોહિલ,ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવાડિયા,સિદ્ધાર્થ પટેલ,અમિત ચાવડા,મોહનસિંહ રાઠવા,પરેશ ધાનાણી,નારાયણ રાઠવા,તુષાર ચૌધરી,શૈલેષ પરમાર,લલિત કગથરા,જીજ્ઞેશ મેવાણી,અમરિશ ડેર,અમી યાજ્ઞિક,હિમાંશુ વ્યાસ,લાલજી દેસાઈ,ઋત્વિક મકવાણા વગેરેને સમાવેશ કરી 90 દિવસનો ચૂંટણી પ્રચાર માટે પ્લાન બનાવી દીધો છે.

ગુજરાતના નિરીક્ષણ તરીકે નિમાયેલા અશોક ગહેલોતે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની પ્રજા માટે અનેક વાયદાઓ કર્યા છે,જેમાં જૂુના પેન્શન,આરોગ્ય સંબધિત સેવા અને ખેડૂતો સહિતના અનેક બાબાતોને લાભ થાય તેવી જાહેરાત કર્યા બાદ આગેવાનોને જનતા વચ્ચે જઈ કોંગ્રેસનો પ્રચાર કરવા જણાવી દેવામાં આવ્યું છે.