પ્રાંતિજ ખાતે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંવાદ યોજાયો
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ના ઉકેલ માટે વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઇએ
મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર
અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત પર્યાવરણ સંવાદ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં પ્રાંતિજ વદરાડ ઉમિયા વાડી ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંબોધતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાના અભિગમને ચરિતાર્થ કરવા સાથે જ પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય અને જળ સંરક્ષણ માટે સંવેદનશીલ ભારતના નિર્માણ અનિવાર્ય છે.પર્યાવરણનું રક્ષણ કરવા જાગૃતિ ફેલાવા, પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા માટે શાકભાજી લેવા જતા કાપડની થેલી નો જ ઉપયોગ કરવો જોઇએ. વૃક્ષોનું વાવેતર કરી તેનુ જતન કરવુ ખુબ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નો ઉકેલ માટે વૃક્ષો વાવી તેનુ જતન કરવું જોઇએ. પર્યાવરણના જતન માટે વૃક્ષોની સાથે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે પાણીના એક એક ટીપા નો બચાવ કરવા માટે વરસાદી પાણીને એકઠુ કરવુ અને જળ સંચય થકી આવનારા સમયમાં પાણીની સમસ્યા હલ કરવા પ્રયત્ન કરવો જોઈએ. વડાપ્રધાન શ્રી દ્વારા ચલાવવામાં આવતા સ્વચ્છતા અભિયાન, જળ સંચય અને જળ સંરક્ષણ અભિયાનમાં જોડાવા માટે અપિલ કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ઇકોલોજી કમિશનના સભ્ય સચિવ શ્રી મહેશ સિંઘે જણાવ્યું હતું કે, આજ થી ૨૫-૩૦ વર્ષ પહેલા ગુજરાતમાં પાણીની સમસ્યા હતી. જે આજે નર્મદાના નીર છેક છેવાડાના કચ્છ બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આવવાથી પાણીની સમસ્યા દૂર થઈ છે. આજે પર્યાવરણનું જતન કરવા માટે સરકાર દ્વારા અનેક અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે તેને સફળતા મળી રહી છે. પર્યાવરણ બચાવ માટે અને પ્રદૂષણ મુક્ત ભારત માટે કપડાની બેગનો જ વપરાશ કરવા અને પ્રકૃતિની નજીક રહી પર્યાવરણની જાળવણી કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જાણીતા ટી.વી. કલાકાર શ્રી મયુર વાકાણી( સુંદર મામા)એ પોતાની આગવી અને હાસ્યથી ભરપુર શૈલીમાં પર્યાવરણના જતન નો સંદેશ અને પ્રાકૃતિક ખેતી કરવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા એ પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યું હતું. કલાકાર શ્રી કમલ નાયક દ્વારા પર્યાવરણ ને અનુરૂપ લોકગીત-ડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હસ્તાક્ષર ઝુંબેશના ભાગ રૂપે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી ની માહિતી માટે સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. પર્યાવરણની જાગૃતિ માટે કાર્યરત સંસ્થા એક્શન ગ્રુપના શ્રી ગણેશભાઇ, શ્રી શૈલેષભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વર્ષાબા, તાલુકા- જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ,અગ્રણીઓ, મિત્તલ બેન પટેલ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા