રાજ્યમાં ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષોમાં ચૂંટણી અગાઉની તૈયારીઓ શરૂ થઈ છે તેવે સમયે સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના નવીનીકરણ માટે સુરત જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભાજપ દ્વારા હવે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાનું ‘કમલમ’ ઉભું કરવામાં આવી રહ્યું છે અને તે માટે થનારા કરોડના ખર્ચ અંગે જિલ્લા ભાજપના નેતાઓ પાસે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે માત્ર અપીલ જ કરી અને મિનિટોના સમયમાં જ કરોડો રૂપિયા મળી પણ ગયા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
બારડોલી મીંઢોળા નદી કિનારે 24,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં ઉભા થનારા બે માળના અદ્યતન સુરત જિલ્લા કમલમમાં જિલ્લાના વિવિધ સેલના પ્રમુખોની ચેમ્બર જિલ્લાના ધારાસભ્યોની અલગ ઓફિસો, સાથેજ મહિલા મોરચાની ઓફિસ તેમજ કોન્ફરન્સ હૉલ સાથેની તમામ સુવિધાઓ હશે.
કાર્યાલયના નિર્માણ ખર્ચ પણ કરોડો રૂપિયાનો થનાર હોય, સીઆર પાટીલે આ કાર્યાલયના ખર્ચ માટે સહાયની અપીલ કરતા વિવિધ અગ્રણીઓએ કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું હતુ.
ભાજપને કાર્યાલય માટે દાન આપનારા દાતાઓમાં સુમુલ ડેરીના પ્રમુખ માનસિંગભાઈ પટેલ 1.01 કરોડ, સુમુલડેરી માજી પ્રમુખ રાજુભાઇ પાઠક 1 કરોડ, રાજ્યના મંત્રી મુકેશભાઇ પટેલ 1 કરોડ, માજી કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ 1 કરોડ, ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર 1 કરોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ 1 કરોડ, સુરત ડિસ્ટ્રીક બેન્ક ચેરમેન નરેશભાઇ પટેલ 1 કરોડ, APMC સુરત 50 લાખ તેમજ અન્ય ધારાસભ્યો અને આગેવાનોએ ફાળો લખાવતા જોતજોતામાં કરોડોની રકમ એકત્ર થઈ ગઈ હતી.