રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કેમિકલનું સેવન કરીને જે લોકોના મોત નિપજ્યા છે તેનાથી અમે દુઃખી છીએ.

સાથેજ તેઓએ કહ્યું કે સરપંચે જે પત્ર લખીને રજુઆત કરી હતી તેગામની આસપાસના 6 ગામોમાં રેડ કરીને દેશી દારૂની ભઠ્ઠી બંધ કરવામાં આવી હતી. જેથી દારૂ નહિ મળતા આ લોકોએ કેમિકલનું સેવન કરતા આ લઠ્ઠાકાંડ સર્જાયો છે.

હર્ષ સઘવીએ વિપક્ષ માટે કહ્યું કે કોંગ્રેસ પક્ષે રાજકારણ કરવાને બદલે દુઃખની આ ઘડીમાં સરકારની પડખે ઉભા રહેવાની જરૂર છે.
ગૃહ વિભાગનું સ્ટેટ મોનિટરીંગ સેલ તમામ જગ્યાએ રેડ પાડીને દારૂની ભઠ્ઠીઓ નાશ કરી રહ્યું છે અને આવનાર દિવસોમાં પણ પોલીસ દારૂની ભઠ્ઠીઓ ચાલવા દેશે નહિ. ગૃહ વિભાગ દ્વારા બુટલેગરોને પડકી પકડીને જેલ પાછળ ધકેલવાની કાર્યવાહી ચાલુ છે.
રાજ્યમાંથી દારૂબંધી હઠાવવાની ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાના નિવેદન મામલે પ્રતિક્રિયા આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે અને અહીં દારૂ માટે કોઈ સ્થાન નથી અહીં ક્યારેય દારૂબંધી હઠશે નહિ