આજકાલ સેલ્ફીનો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દરેક સ્થળે તમને સેલ્ફી લેતા લોકો જોવા મળી જશે. જોકે તમને ખબર છે કે દુનિયાની આખરી સેલ્ફી કેવી હશે? તેનો જવાબ AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સે આપ્યો છે. AIનો ઉપયોગ ઘણા સ્થાનો પર કરવામાં આવે છે. એક AI DALL-E 2 નો ઉપયોગ ઇમેજ જનરેટ માટે કરવામાં આવે છે. આ AIને પુછવામાં આવ્યું કે ધરતીની અંતિમ સેલ્ફી કેવી હશે. તેના રિઝલ્ટ ઘણા સારા ન હતા. આ સવાલ પર AIએ ઘણી ઇમેજ જનરેટ કરી હતી.
આ ઇમેજ ત્યારે વાયરલ થઇ જ્યારે Robot Overloards નામના ટિકટોક એકાઉન્ટથી તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સે જે પણ ઇમેજ જનરેટ કરી હતી તે એવા સીન્સ બતાવી રહી છે જેમાં ચારેય તરફ તબાહી છે અને લોકોના હાથમાં મોબાઇલ પકડેલા છે.
DALL-E આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સિસ્ટમને કહેવામાં આવ્યું કે તે લાસ્ટમાં લેનારી સેલ્ફીને ક્રિએટ કરે. તેનું જેવું માનવું છે તેવી સેલ્ફી તૈયાર કરે જેને ધરતી પર અંતિમ વખત લેવામાં આવશે. ગુગલના સર્વરથી મળેલી જાણકારી પ્રમાણે તેણે ઇમેજની એક સિરીઝ તૈયાર કરી છે.
જેમાં વિનાશકારી સીન જોવા મળે છે જ્યાં ચારેય તરફ તબાહી છે અને લોકો પાસે ફોન છે. DALL-E આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સિસ્ટમે યુઝરના ટેક્સટ ડિસ્ક્રીપ્શન ઇનપુટ્સના બેઝ પર યુનિક ઇમેજ જનરેટ કરી છે.
આ AI સિસ્ટમે 12 બિલિયન પેરામીટર વર્ઝન GPT-3નો ઉપયોગ કર્યો છે. આ એક ઓટોગ્રેસિવ લેંગ્વેજ મોડલ છે જે ડીપ લર્નિંગનો ઉપયોગ કરીને વ્યક્તિ જેવી વાતચીતને જનરેટ કરે છે. જ્યારે એન્જીનિયર્સે OpenAI GPT-3 મોડલનો યુઝ કરીને DALL-E ને કંસ્ટ્રક્ટ કર્યું છે. તેનાથી આ ટેક્સટ ઇનપુટના આધારે આ ઇમેજ જનરેટ કરે છે.