ગુજરાતમાં લગભગ બે દાયકા પહેલા ભય, ભૂખ અને ભ્રષ્ઠાચારને દૂર કરવાના સ્લોગન સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આજે પણ ભ્રષ્ચાચાર મુક્ત ગુજરાતના નિર્માણ માટે અનેક પગલાં લીધા હોવાની વાતો કરે છે. પરંતુ વાસ્તવિકતા વિપરીત છે સિહોર નગરપાલિકાના ઉપ્રમુખ ચતુરભાઈ રાઠોડના વોર્ડમાં જ RCC રોડમાં ભષ્ઠાચારના ખાડાઓ નજર સામે દેખાઈ છે મોટાભાગના રસ્તાઓમાં રોડની ગુણવતા લોટ - પાણી ને લાકડા જેવી દેખાઈ છે વિકાસ બણગા ફૂંકતા નેતાઓ નિદ્રા માંથી જાગીને આવી ભ્રસ્ટાચાર વાળી કામગીરી ની તપાસ કરે તે જરૂરી બન્યું છે વોર્ડ નં 2 નવા ગુંદાળા વસાહત પ્રાથમિક શાળા થી રેલિફોન, એક્ષાચેન્જ ટોડા વસાહત સુધી RCC રોડનુંકામ આજથી માત્ર એક માસ પહેલા થયં હતું હાલ અહીં સ્થિતિ લોટ, પાણી અને લાકડા જેવી છે લાખો રૂપિયાનો બનાવેલ આ રોડ ઉપર ઠેર ઠેર ખાડા ઓ જોવા મળે છે આ વોર્ડ એટલે જાગૃત નગરસેવકો નો વોર્ડ કહેવાય છે કારણકે આ વોર્ડના એક નગરસેવક વર્ષોથી સરકારી કામોથી સંકળાયેલ અને અનુભવ. ધરાવતા હોવા છતાં પોતાના વોર્ડના આ રોડ ની પરિસ્થિતિ કેમ ધ્યાને નહિ આવી હોય આ અંગે આ વોર્ડ ના જાગૃત નગરસેવકો કેમ મૌન છે તે પણ એકમોટો સવાલ છે